ફિલિપ્પીઓને પત્ર 2 - કોલી નવો કરારમસીહની નમ્રતા અને મહાનતા 1 ઈ હાટુ જો મસીહમા કાય પ્રોત્સાહન, જો પ્રેમનો કાય દિલાસો, જો આત્માની કાય સંગત, જો કાય હૃદયની દયા અને કરુણા હોય, 2 તો પછી તમે એક જ મનના થાવ, એક હરખો પ્રેમ રાખો, એક જીવના અને એક હેતુથી એક આત્માના થાવ અને મારો આનંદ આવી રીતે પુરો કરો. 3 પોતાના ફાયદા અને અભિમાન હાટુ કાય નો કરો, પણ દરેકે નમ્રભાવથી પોતાના કરતાં બીજાને વધારે લાયક ગણવા. 4 તમારામાથી દરેક માણસ ખાલી પોતાની ભલાય હાટુ નય, પણ બીજાની ભલાય હાટુ વિસારો. 5 જેવો ઈસુ મસીહનો સ્વભાવ હતો એવો જ તમારો પણ સ્વભાવ હોય. 6 મસીહે પરમેશ્વરનાં રૂપમાં હોવા છતાં, એણે પરમેશ્વરની સમાન હોવાનું પકડી રાખવાનું વિસારુ નય. 7 પણ એણે સેવકરૂપ ધરીને, એટલે માણસોની હરખામણીમાં આવીને પોતાને ખાલી કરયો. 8 અને માણસના રૂપમાં પરગટ થયને પોતાની જાતને નમ્ર કરી, પરમેશ્વરની આજ્ઞાને આધીન થયને વધસ્થંભના મરણને સહન કરયુ. 9 ઈ હાટુ પરમેશ્વરે એને ઘણોય ઉસો કરયો અને એને બધાય નામો કરતાં એક એવુ ઉતમ નામ આપવામાં આવ્યું જે બધાયથી ઉસુ છે. 10 જેથી સ્વર્ગમાંના, પૃથ્વી ઉપરનાં અને પાતાળમાંના બધાય ઈસુના નામે ઘુટણે પડીને નમે. 11 અને પરમેશ્વર બાપની મહિમા હાટુ દરેક જગ્યાએ દરેક માણસ કબુલ કરે કે, ઈસુ મસીહ પરભુ છે. જગતમાં જ્યોતની જેમ સમકો 12 એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો. 13 કેમ કે પરમેશ્વર જે તમારામા કામો કરે છે, તમને ઈ કામ કરવાની ઈચ્છા અને તાકાત આપે છે, જેઓ એને ગમાડે છે. 14 બધુય કચ કચ અને કંકાસ કરયા વગર કરો. 15 જેથી તમે કપટી અને આડી પ્રજા વસે પરમેશ્વરનાં પવિત્ર સંતાનની જેમ નિરદોષ અને ભોળા થયને જીવો. જેઓની વસે જીવનનું વચન પરગટ કરીને જગતમાં જ્યોતની જેમ સમકો. 16 જેથી જઈ મસીહ પાછો આયશે, તઈ મારે અભિમાન કરવાનું કારણ થાહે કે, હું નકામું ધોડ્યો નથી અને મે નકામી મેનત કરી નથી. 17 તમારો વિશ્વાસના બલિદાન ઉપર જો મારે પેયાર્પણ તરીકે રેડાવું પડે તો ઈ હાટુ હું રાજી છું અને તમારા બધાયની હારે રાજી રય હકુ છું 18 એમ જ તમે પણ રાજી હોવ, અને મારી હારે આનંદ કરો. તિમોથી અને એપાફ્રોદિતસ 19 પણ મને પરભુ ઈસુમાં આશા છે કે, હું તિમોથીને તમારી પાહે તરત મોકલ્ય; જેથી જઈ ઈ પાછો આવે, તો તમારી વિષે ખબર જાણીને મને પ્રોત્સાહન મળે. 20 કેમ કે, મારી પાહે એવો બીજો કોય પણ નથી, જે તિમોથીની જેમ સોખા મનથી તમારા ઉપકારના લીધે હરખી રીતે કાળજી રાખે. 21 કેમ કે, બધાય પોતાના સ્વાર્થ ગોતવામા રેય છે, અને ઈસુ મસીહની વાતો વિષે સીન્તા નથી કરતા. 22 પણ તિમોથીને તો તમે જાણો છો કે, એનો સ્વભાવ હારો છે; જેમ દીકરો બાપની હારે રેય છે, એમ જ એણે હારા હમાસારનો પરચાર કરવામા મારો સાથ દીધો છે. 23 ઈ હાટુ હું આશા રાખું છું કે, જઈ મારા વિષે શું થાવાનુ છે ઈ હું જાણય કે, તરત હું એને મોકલી દેય; 24 પણ મને પરભુ ઉપર પુરો ભરોસો છે કે, હું પોતે પણ જલ્દી ન્યા આવય. 25 પણ મે એપાફ્રોદિતસને તમારી પાહે ફરીથી મોકલવાનું જરૂરી હમજુ, ઈ મારો ભાઈ અને કામમા ભાગીદાર અને સંદેશો પરચાર કરતાં વખતથી મારી હારે યોદ્ધાની જેમ ઉભો રેનારો, અને તમારો સંદેશાવાહક છે જેને તમે જરૂરી વાતોમાં મારી સેવા હારે હાલવા હાટુ મોકલ્યો હતો. 26 એનુ મન તમારા બધાયમાં હતું, અને ઈ ઉદાસ રેતો હતો કેમ કે, તમે એની બીમારી વિષેના હમાસાર હાંભળા હતા. 27 અને હાસીન ઈ માંદો થય ગયો હતો ન્યા હુધી કે, મરવાની અણી ઉપર હતો પણ પરમેશ્વરે એની ઉપર દયા કરીને એને હાજો કરયો, અને ખાલી એની ઉપર જ નય, પણ મારી ઉપર પણ કરી; જેથી મને વધારે દુખ સહન નો કરવુ પડે. 28 ઈ હાટુ એને મોકલવા હાટુ હું હજી વધારે પણ રાજી છું જેથી તમે એનાથી ફરીથી મુલાકાત કરીને રાજી થય જાહો, અને મારી સીંતા હજી ઓછી થય જાય. 29 ઈ હાટુ તમે પરભુમાં એને બોવ ખુશીથી આવકાર કરો, અને તમને એપાફ્રોદિતસ અને એના જેવા બધાય લોકોનો આવકાર કરવો જોયી. 30 કેમ કે, મસીહના કામ હાટુ ઈ મોતની પાહે આવી ગયો અને મારી હાટુ તમારી સેવામાં જે અધૂરું હતું ઈ પુરું કરવામા એણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation