Biblia Todo Logo
Online Bible

- Advertisements -


ફિલિપ્પીઓ INTRO1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1

પ્રસ્તાવના :
ફિલિપી શહેર યુરોપ ખંડમાં આવેલા મેસિડોનિયા નામના રોમન પ્રાંતમાં આવેલું હતું. યુરોપની ભૂમિ પર પ્રેરિત પાઉલે અહીં પહેલી જ મંડળી બાંધી હતી. અને આ “ફિલિપીઓને પાઉલ પ્રેરિતનો પત્ર” આ મંડળી ઉપર પાઉલે લખ્યો. સંત પાઉલ જેલમાંથી આ પત્ર લખે છે, એટલું જ નહિ, પણ જયારે પાઉલની સામે ખ્રિસ્તી કાર્યકર્તાઓ જેવા એના વિરોધીઓએ ઊહાપોહ મચાવ્યો હતો તેથી, તેમ જ ફિલિપી મંડળીમાં કેટલુંક જૂઠું શિક્ષણ ઘૂસવા પામ્યું હોવાથી તે દુ:ખી હતો, એવી પરિસ્થિતિમાં તેણે આ પત્ર લખ્યો. તેમ છતાં આ પત્રમાં આનંદ અને આત્મવિશ્વાસ છલાછલ ભરેલાં જોવા મળે છે, તેનો માત્ર એક જ ખુલાસો આપી શકાય કે ઈસુ ખ્રિસ્ત ઉપર પાઉલને ઊંડો વિશ્વાસ હતો.
આ પત્ર લખવાનું તાજેતરનું કારણ એ હતું કે ફિલિપીની મંડળીએ પાઉલની જરૂરિયાતના સમયમાં આર્થિક સહાય મોકલી આપી હતી તે માટે પાઉલ તેમનો આભાર માનવા ઇચ્છતો હતો. આ પ્રસંગને એક તક તરીકે પાઉલ વાપરે છે. અને ફિલિપીઓની મંડળી પોતાના આંતરિક દુર્મતોને કારણે તથા પાઉલની વિટંબણાઓ વિષે જાણીને દુ:ખી અને કંઈક નિરાશ થઈ હતી તેમને આ પત્ર દ્વારા હિંમત અને ખ્રિસ્ત પરના વિશ્વાસમાં દઢ કરે છે. પાઉલ તેને આજીજી કરે છે કે સ્વાર્થી મહત્ત્વકાંક્ષા અને અભિમાનથી દોરવાને બદલે ઈસુ ખ્રિસ્ત જેવું નમ્રતાભર્યું મન તમે ધારણ કરો. પાઉલ તેમને યાદ દેવડાવે છે કે ઈસુ ખ્રિસ્તની સાથે તેઓનું જે ઐકય સધાયું છે, તે કંઈ યહૂદી નિયમશાસ્‍ત્રના વિધિઓના પાલનથી નથી બન્યું, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા ઈશ્વરની કૃપાના દાન તરીકે એ ઐકય સધાયું છે. જેઓ ઈસુ ખ્રિસ્ત સાથે એકતામાં રહે છે તેમને ઈશ્વર શાંતિ અને આનંદ આપે છે એ વિષે પણ પાઉલ લખે છે.
ખ્રિસ્તી વિશ્વાસ અને ખ્રિસ્તી જીવન દ્વારા જે આનંદ, આત્મવિશ્વાસ, ઐકય, ખંતીલાપણું મળે છે તે ઉપર આ પત્રમાં ભાર મૂકવામાં આવ્યો છે. વળી ફિલિપીમાંની મંડળી માટે પાઉલના હ્રદયમાં જે ઊંડો પ્રેમ હતો તે આ પત્રમાં છતો થાય છે.
રૂપરેખા :
પ્રસ્તાવના અને અભિવાદન ૧:૧-૧૧
પાઉલના અંગત સંજોગો ૧:૧૨-૨૬
ખ્રિસ્તમાંનું જીવન ૧:૨-૭ –૨:૧૮
તિમોથી એ એપાફ્રોદિત માટેની યોજના ૨:૧૯-૩૦
દુશ્મનો અને જોખમો સામે ચેતવણી 3:૧-૪:૯
પાઉલ અને ફિલિપીમાંના તેના મિત્રો ૪:૧૦-૨૦
ઉપસંહાર ૪:૨૧-૨૩

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Follow us:



Advertisements