2 તિમોથી INTRO1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રસ્તાવના : તિમોથીને પાઉલ પ્રેરિતના બીજા પત્રમાં પાઉલે પોતાના યુવાન સાથીસેવક તથા મદદનીશ તરીકે મોટે ભાગે અંગત શિખામણના શબ્દો લખ્યા છે. પત્રનો મુખ્ય વિષય સહન કરવા વિષે છે. પાઉલ તિમોથીને નીચેની કેટલીક સલાહ-શિખામણ આપે છે: વિશ્વાસુપણે પ્રભુ ઈસુ વિષે સાક્ષી આપવા ઉત્તેજન આપે છે; સુવાર્તાનું અને જૂના કરાર વિષેનું સાચું શિક્ષણ ધરી રાખવા કહે છે; જો કે આસપાસ સતાવણી અને વિરોધ હોવા છતાં શિક્ષક અને સુવાર્તિક તરીકેની પોતાની ફરજ સંપૂર્ણપણે બજાવવા પ્રેરણા આપે છે. પાઉલ તિમોથીને ખાસ ચેતવણી આપે છે, “મૂર્ખાઈભર્યા અને ખાલી શબ્દવાદ”ના જોખમમાં પડવાથી દૂર રહે, કેમ કે એથી કોઈ ફાયદો થતો નથી, ઊલટું “સાંભળનારાંને નુકસાનકારક છે.” આ બધામાં પાઉલ તિમોથીને પોતાના જીવન અને હેતુ વિષે પણ જણાવે છે અને એના સદગુણોને અનુસરવા પ્રેરે છે, જેવા કે એનો વિશ્વાસ, ધીરજ, પ્રેમ, સહનશીલતા, અને સતાવણીઓનાં દુ:ખ ખમવાં. રૂપરેખા : પ્રસ્તાવના ૧:૧-૨ પ્રશંસા ૧:૩:-૨:૧૩ શિખામણ અને ચેતવણી ૨:૧૪-૪:૫ પાઉલની પોતાની પરિસ્થિતિ ૪:૬-૧૮ ઉપસંહાર ૪:૧૯-૨૨ |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India