4 કોયના ચાકરનો ન્યાય કરવાનો તને ક્યો અધિકાર છે? એને સાલું રાખવો કે એને કાઢી મુકવો ઈ બાબત એના શેઠને જોવાની છે, પરભુ એમ કરવાને શક્તિમાન છે, હાટુ ઈ ટકી રેહે.