છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે.
ઈજ કારણે ભાઈઓ, તમે પોતાને અને બીજા લોકોને ઈ બતાવવા હાટુ હજી હારો વ્યવહાર કરવા હાટુ કઠણ પ્રયત્ન કરો કે, પરમેશ્વરે તમને ખરેખર ગમાડયા છે અને તમને પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા છે. જો તમે એવુ કરશો તો પાક્કી રીતે પરમેશ્વરથી જુદા નય થાવ.