જો તમે ખાલી તમારા સબંધીઓને જ સલામ કરો છો, તો તમે બીજા લોકોની હરખામણીમાં કાય હારૂ કરતાં નથી કેમ કે, જો પરમેશ્વરનાં નિયમને નથી પાળતા તો તેઓ હોતન એમ જ કરે છે.
હું કરિંથી શહેરમાં પરમેશ્વરની મંડળીને અને તમને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાના લોકોની જેમ તમને મસીહ ઈસુની હારે એક મંડળી કરીને પોતાના પવિત્ર લોકોની હાટુ બોલાવ્યો છે કેમ કે એણે બીજા બધાયને ગમાડયા છે જે આપડા પરભુ ઈસુ મસીહની દરેક જગ્યાએ સેવા કરે છે.