હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને અમારી કઠણ મેનત યાદ હશે કે, તમને અમારી જરૂરીયાતોનું ધ્યાન નો રાખવું પડે ઈ હાટુ અમે રાત દિવસ કામ ધધો કરતાં તમારી વસે પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરયો.
ખાલી એટલુ જ નય, તારે વિશ્વાસીઓને શીખવાડતું રેવું જોયી કે, પોતાના ધ્યાનને હારા કામ કરવા હાટુ સખત મેનત કરતુ રેવું, જેથી ઈ લોકોની જરૂરીયાતોને પુરી કરી હકે, અને ઈ એક હેતુથી હારું જીવન જીવી હકે.