15 ઓ ફીલીપ્પીઓના લોકો તમે પોતે જ જાણો છો કે, હારા હમાસારના પરચારની શરૂવાતમાં જઈ હું મકદોનિયા જિલ્લા બાજુ નીકળો તઈ તમને છોડીને બીજી કોય મંડળીએ લેતી-દેતી કરવાની બાબતમાં મારી મદદ નથી કરી.
એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.