13 મસીહ જે મને સામર્થ આપે છે એમા હું બધુય કરી હકુ છું
તઈ એણે કીધુ કે, “આવ!” તઈ પિતર હોડી ઉપરથી ઉતરીને પાણી ઉપર હાલતો થયને ઈસુની પાહે જાવા લાગ્યો.
જો તમે મારામાં રેહો, અને મારું શિક્ષણ તમારામા રેહે, તઈ જે કાય તમે ઈચ્છો ઈ માગો અને ઈ તમને મળશે.
હું પ્રાર્થના કરું છું કે, એની મહિમાની મિલકતમાંથી તમને ઈ દાન આપે કે, એની આત્મા દ્વારા તમને સામર્થ્ય મળે; જેથી તમે પોતાની આત્મામાં મજબુત થાવ.
અંતમાં, પરભુના શક્તિશાળી સામર્થ્યથી મજબુત બનો.
અમે પ્રાર્થના કરી છયી કે, પરમેશ્વર એની મહિમાના સામર્થથી તમને મજબુત બનાવે જેનાથી તમે ધીરજ અને આનંદથી પોતાના દુખોને સહન કરી હકો.
આપડા પરભુ ઈસુ મસીહનો હું આભાર માનું છું, જેણે મને સામર્થ આપ્યુ છે, અને એણે મને વિશ્વાસુ હમજીને પોતાની સેવા કરવા હાટુ ગમાડયો છે.