ફરી ઈસુએ તેઓને કીધુ કે, “ઈ હાટુ દરેક યહુદી નિયમના શિક્ષકો જેઓ સ્વર્ગના રાજ્યનો ચેલો બન્યો છે, ઈ એક ઘરનો માલીક કે, જે પોતાના ભંડારમાંથી નવી અને જુની વસ્તુઓ કાઢે છે એની જેવો છે.”
કેમ કે તમારામાંથી થોડાક લોકો કેય છે કે, “પાઉલના પત્રો તો કડક અને અસરકારક છે, પણ જઈ ઈ હામે રૂબરૂ થાય છે, તઈ ઈ નબળો માણસ અને એનું શબ્દોથી બોલવું દમ વગરનું હોય છે.”
અને જઈ હું તમારી હારે હતો, અને મને રૂપીયાની કમી થય, તો મેં કોય ઉપર ભાર નથી નાખ્યો, કેમ કે મકદોનિયાથી જે ભાઈઓ આવ્યા સાથી વિશ્વાસીઓને મારી બધી જરૂરીયાતોને પુરી કરી, અને મેં દરેક વાતોમાં આ કોશિશ કરી કે, હું તમારી ઉપર બોજ નો બનું, અને આવનાર દિવસોમાં પણ હું એવી જ કોશિશ કરું છું.