અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”
ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.
હાલમાં જે તમે થોડુ ઘણુ હમજો છો ઈ તમે પુરી રીતે હમજશો; જેથી પરભુ ઈસુના પાછા આવવાના દિવસે અમે જેમ તમારી હાટુ અભિમાન કરી હકશું, એમ તમે પણ અમારી હાટુ અભિમાન કરી હકશો.
ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.
એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.
અને પરભુ ઈસુ મસીહ તમારા મનોને એવી રીતે મજબુત કરે કે, જઈ ઈ આપડા બધાય પવિત્ર લોકોની હારે પાછા આયશે, તો તેઓ પોતાના પરમેશ્વર બાપની હામે પવિત્રતામાં નિરદોષ ઠરશે.
એટલે વાલાઓ, જો કે તમે આ ખોટા શિક્ષકોની વિષે પેલાથી જ જાણો છો કે, એનાથી પોતાને હંભાળી રાખ્યા. આવા ખરાબ લોકો ખોટી વાતુ બતાવીને તમને દગો દેય નય. ઈ તમને શંકા કરવા હાટુ રાજી કરે નય, જેની ઉપર હવે તમે મજબુત વિશ્વાસ કરો છો.