Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 3:9 - કોલી નવો કરાર

9 અને એની હારે એકરૂપ થય જાવું, અને મારા ન્યાયીપણામાં મૂસાના નિયમશાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરવાનું કારણ નથી, પણ મસીહ ઉપર વિશ્વાસના લીધે જે ન્યાયપણું મને મળ્યું છે ઈ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું છે.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 3:9
56 Cross References  

ઈ હાટુ તમે જાયને આનો અરથ શીખીલ્યો કે, હું બલિદાન નય, પણ દયા ઈચ્છુ છું; કેમ કે, હું ન્યાયીઓને નય પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”


કેમ કે, હારા હમાસારમાં પરમેશ્વર લોકોને પોતાની હારે હાસા ઠરાવે છે જેમ શાસ્ત્રમાં લખેલુ છે ઈ જે પરમેશ્વરની દ્વારા વિશ્વાસથી ન્યાયી બનાવામાં આવ્યો છે ઈ વિશ્વાસથી જીવશે.


કેમ કે, ન્યાયીપણું પામવા હાટુ હૃદયથી વિશ્વાસ કરવો પડે છે અને તારણ પામવા હાટુ મોઢેથી કબુલવુ પડે છે.


આન્દ્રોનિક્સ અને જુનિયાસને જે મારા સાથી યહુદી છે અને જે મારી હારે કેદ થયા હતાં અને ગમાડેલા ચેલાઓ એને હારી રીતે ઓળખે છે અને મારાથી પેલા મસીહના ચેલા બન્યા હતા. તેઓને મારા સલામ.


કેમ કે, જેવુ બધાય લોકોએ પાપ કરયુ અને ઈ બધાય મરી ગયા. એમ જ આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પરમેશ્વરની કૃપા એને ન્યાયી જાહેર કરશે અને તેઓને અનંતકાળનું જીવન દેહે.


ઈ હાટુ જે લોકો મસીહ ઈસુમાં છે તેઓની ઉપર કોય દંડ નથી.


કેમ કે, જે કામ મુસાનું નિયમશાસ્ત્ર આપડા પાપીલા સ્વભાવને કારણે નબળો થયને નો કરી હકયું, એને પરમેશ્વરે કરયુ એટલે કે, પોતાના જ દીકરાને પાપીલા દેહની હરખામણીમાં અને આપડા પાપોની હાટુ બલિદાન થાવા હાટુ મોકલી દીધો અને પોતાના દીકરાના દેહ દ્વારા પરમેશ્વરે પાપના સામર્થ્યને તોડી દીધું.


પણ પરમેશ્વરે તમને મસીહ ઈસુની હારે એક મંડળી તરીકે નીમ્યા છે, અને મસીહ દ્વારા ઈ આપણે પોતાનું જ્ઞાન આપે છે. પરમેશ્વર પણ આપણને એની નજરમાં ન્યાયી બનાવે છે. મસીહ દ્વારા આપણને પવિત્ર બનાવામાં આવે છે, અને ઈ આપણને પાપથી બસાવે છે.


ઈ હાટુ જો કોય મસીહ ઉપર વિશ્વાસ કરે છે, તો ઈ નવી રસના બની જાય છે. જુની વાતો પુરી થય ગય છે, જોવો, ઈ બધાય નવા થય ગયા છે.


મસીહે પોતે પાપ જાણ્યું નોતું, એને આપડી હાટુ પોતાને પાપરૂપ કરયા, જેથી આપડે એનામાં પરમેશ્વરનાં ન્યાયીપણા રૂપ થાયી.


ઈ હાટુ આપડે યહુદી વિશ્વાસી જાણી છયી કે, મુસાના નિયમનું પાલન કરીને કોય પણ માણસ પરમેશ્વરની નજરમાં ન્યાયી નથી ઠરતો. ઈ હાટુ ખાલી ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરે છે; ઈ હાટુ તમે પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો કે, આપડે મુસાના નિયમનું પાલન કરવાથી નય પણ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરી કેમ કે, શાસ્ત્રનું પાલન કરીને કોય પણ માણસ ન્યાયી નથી ઠરી હક્તો.


જો જુસ્સાના વિષે કેતા હો, તો હું મંડળીની ઉપર જુલમ કરનારો, અને યહુદી નિયમો પાળવામાં હું ન્યાયી માણસ હતો કેમ કે, મે બધાય નિયમો પાળ્યા હતા.


કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.


એણે આપણને આપડા પાપની સજામાંથી બસાવ્યા, અને આ ન્યાયના કામોને કારણે નય, જે આપડે પોતે કરયુ, પણ એણે આપડી ઉપર દયા કરી, અને એણે પવિત્ર આત્મા આપીને આપણને બસાવી લીધા જેણે આપડા પાપોને ધોયા અને આપણને એક નવું જીવન અને વ્યહવાર કરવા એક નવી રીત આપી.


એથી વાયદો અને હમ ઈ બે બાબતો એવી છે જે કોયદી બદલી હકાતા નથી. એમ જ એની વિષે પરમેશ્વર ખોટુ બોલી હક્તા નથી. જેથી એની હારે સલામતી મેળવનાર આપડી હામે રાખવામાં આવેલી આશાને મજબુતીથી વળગી રેવા હાટુ બોવ વધારે પ્રોત્સાહન મળે.


આપડે બધાય ઘણીય વાર ભૂલો કરી છયી. જે કોય ખોટી વાત નથી કરતાં ઈ જ પુરી રીતેથી માણસ છે, ઈ પોતાના બધાય કામોને કાબુ કરવામા મકમ છે.


હું સિમોન પિતર જે આપડા તારનાર ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું આ પત્ર લખી રયો છું, હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોની હાટુ લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, ક્પાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતના જુદા-જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.


જો કોય પાપ કરવાનું સાલું રાખે છે, તો ઈ પરમેશ્વરનાં નિયમનું પાલન કરવાથી નકાર કરે છે, અને નિયમનું પાલન કરવાથી નકાર કરવુ ઈ જ પાપ છે.


Follow us:

Advertisements


Advertisements