હું તો યહુદી છું, મારો જનમ કિલીકિયા પરદેશના, તાર્સસ શહેરમાં થયો, પણ આ નગરમાં ગમાલીએલની પાહે બેહાડીને ભણાવવામાં આવ્યો, અને બાપ દાદાના નિયમોને હારી રીતે શિખવાડવામાં આવ્યા, અને પરમેશ્વર હાટુ એવું મન લગાડુ હતુ, જેવા કે તમે આજે છો.
તઈ પાઉલે ઈ જાણીને થોડાક સદુકી ટોળાના લોકો અને થોડાક ફરોશી ટોળાના લોકોને, મોટી સભામાં રાડ નાખીને કીધું કે, “હે ભાઈઓ, હું ફરોશી ટોળાનો માણસ છું અને મારા બાપદાદા પણ ફરોશી ટોળાના છે, અને મારો ન્યાય ઈ હાટુ થાય છે. કેમ કે મારી આશા છે કે પરમેશ્વર લોકોને મરેલામાંથી જીવતા કરશે.”
ઈ દિવસોમાં વિશ્વાસીઓની સંખ્યા વધવા લાગી, તઈ ગ્રીક ભાષા બોલનારા યહુદી વિશ્વાસી હિબ્રૂ ભાષા બોલનારા યહુદી વિશ્વાસીની હામાં કચ કચ કરવા મંડયા કે, દરોજના ભાગલાઓમાં અમારી વિધવાઓને ટાળવામાં આવે છે.