4 તો પણ દેહ ઉપર ભરોસો રાખવાનું મારી પાહે કારણ છે; જો બીજો કોય એવુ ધારે કે, એને દેહ ઉપર ભરોસો રાખવાનું કારણ છે, તો મને એના કરતાં વધારે છે.
ઈ હાટુ તમે કેવી રીતે હાંભળો છો? ઈ વિષે સેતતા રયો, કેમ કે જેની પાહે છે, એને અપાહે; અને હજી વધારે અપાહે પણ જેની પાહે કાય નથી; એની પાહે જે છે, ઈ પણ લય લેવામાં આયશે.”
ઈ હાટુ હવેથી આપડે માણસની રીતે કોયનો ન્યાય કરતાં નથી, જો કે મસીહને અમે પેલા માણસની રીતે જોતા હતા, પણ હવેથી અમે આવી રીતે કોયનો ન્યાય કરતાં નથી.
આપડે જેઓ જનમથી યહુદી છયી અને પાપી બિનયહુદીઓ નથી જેઓ પરમેશ્વરનાં નિયમો વિષે કાય નથી જાણતા.