અને કેવા લાગ્યા કે, હે ગાલીલ પરદેશમા રેનારા માણસો તમે કેમ ઉભા રયને આભની હામે જોવ છો? આજ ઈસુ જેને પરમેશ્વરે જેવી રીતે તમારી પાહેથી સ્વર્ગમા ઉપાડી લીધો છે, એવી જ રીતે ઈ પાછો આયશે.
ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.
તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.
કેમ કે, પરભુ ઈસુ પોતે જ સ્વર્ગમાંથી આયશે, તઈ હુકમ કરવામા આયશે, અને પ્રમુખ દૂતનો અવાજ હંભળાહે, અને પરમેશ્વરનાં રણશિંગડાનો અવાજ હંભળાહે, તઈ જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, ઈ પેલા જીવતા થય જાહે.
હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.
આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે.
જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.