Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 3:19 - કોલી નવો કરાર

19 તેઓનો અંત વિનાશ છે, અને તેઓ ફકત પોતાના દેહની ઈચ્છાઓ પુરી કરવા હાટુ જીવે છે, તેઓ આવી વાતો ઉપર અભિમાન કરે છે જે વાતો ઉપર એને શરમ આવવી જોયી અને તેઓ સદાય સંસારિક વસ્તુઓના વિષે જ વિસારતા રેય છે.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 3:19
52 Cross References  

પણ એણે પાછા ફરીને પિતરને કીધુ કે, “શેતાનની જેમ મને પારખવાનું બંધ કર, તું મારી હાટુ ઠોકરનું કારણ છે કેમ કે, તું પરમેશ્વરની વાતો ઉપર નય, પણ માણસોની વાતો ઉપર મન લગાડ છો.”


પછી હું ડાબી બાજુના લોકોને પણ કેય કે, ઓ હરાપિત, લોકો જે અનંતકાળની આગ, શેતાન અને એના દુતોની હાટુ જે પરમેશ્વરે તૈયાર કરેલી છે, એમા તમે મારી આગળથી જાઓ.


હું મારી જાતને કેય કે, ઓ જીવ, ઘણાય વરહ હાટુ ઘણીય માલ-મિલકત તારી હાટુ રાખી મુકી છે; આરામ કર, ખાય પીયને રાજી રે.


ઈસુએ પણ કીધું કે, એક રૂપીયાવાળો માણસ હતો, જે બોવ મોઘા લુગડા પેરતો અને દરોજ હારુ ખાવાની દાવત કરતો હતો, અને મોજ મજાથી રેતો હતો.


ન્યાયાધીશ લાંબા વખત હુંધી એને મદદ કરવા ઈચ્છતો નોતો; પણ લાંબા વખત પછી ન્યાયાધીશને વિસાર આવ્યો કે, “હું પરમેશ્વરથી બીતો નથી અને કોય માણસની પરવાહ કરતો નથી,


કેમ કે, એવા લોકો આપડા પરભુ મસીહની નય, પણ પોતાની દેહિક ઈચ્છાઓ પુરી કરવાનું કામ કરે છે અને તેઓ મીઠી-મીઠી વાતુ કરે છે અને ઈ લોકોની ખટપટ કરે છે, એવી જ રીતે ઈ ભોળા લોકોને દગો આપે છે.


પોતાના જુના જીવનથી તમને શું લાભ થ્યો? તમે એના કારણેથી ખાલી શરમાઓ છો. કેમ કે, ઈ કામોનું પરિણામ મોત છે.


કેમ કે તમે હજી સંસારિક છો. કેમ કે તમારામાં અદેખાઈ અને બાધણા છે, ઈ હાટુ શું તમે સંસારિક નથી, અને સંસારિક માણસોની માફક વર્તતા નથી?


તમને આ વાતોથી શરમ અને દુખ થાવુ જોયી અને જે માણસે કરેલ છે એને મંડળીમાંથી કાઢી મુકવો જોયી, પણ એના બદલે તમે ગર્વ અનુભવો છો.


તમે અભિમાન રાખો છો ઈ હારું નથી. શું તમે ઈ જાણતા નથી કે થોડુંક ખમીર આખા લોટને ફુલાવી નાખે છે.


પણ જે હું કવ છું, ઈ જ કરતો રેય, જેથી હું એવો મોકો નો આપું, જે બીજા ગમાડેલા ચેલાઓ પોતાના અભિમાની વાતોથી આપડી જેવા થાવાનો દાવો કરે છે.


ઈ હાટુ જો એના સેવક પણ ધરમના સેવકોને એવો દેખાવો કરે, તો કોય મોટી વાતો નથી, પણ એનો અંત એના કામો પરમાણે થાહે.


આયા હુધી કે, તેઓ સુન્‍નત કરેલા પણ મુસાના બધાય નિયમશાસ્ત્રનું પાલન નથી કરતાં, પણ તેઓ ઈચ્છે છે કે, તમારી સુન્‍નત કરવામાં આવે જેથી ઈ બીજા યહુદીઓની હામે અભિમાનથી આ બતાવી હકે કે, તમારી સુન્‍નત એના કારણે થય છે.


કેમ કે, બધાય પોતાના સ્વાર્થ ગોતવામા રેય છે, અને ઈસુ મસીહની વાતો વિષે સીન્તા નથી કરતા.


પૃથ્વી ઉપરની નય પણ સ્વર્ગની વસ્તુઓની ખોજમાં રયો.


એવા લોકો પરભુથી અને એના સામર્થની મહિમાથી છેટા થય જાહે. અને પરમેશ્વર એને એવી અનંતકાળની સજા આપશે કે, તેઓ સદાય હાટુ નાશ થય જાહે.


અને જેટલા લોકો હાસ ઉપર વિશ્વાસ નથી કરતાં, પણ પાપ કરવાથી રાજી થાય છે, તેઓ બધાયને સજા મળશે.


પછી ઈ પાપી માણસ પરગટ થાહે, જેને પરભુ ઈસુ પોતાના એક જ હુકમથી અને પાછા આવવાની મહિમાવાન સામર્થથી મારી નાખશે.


અને એવુ કરનારામાં કાયમ બાધણા થાતા રેય છે, તેઓની બુદ્ધિ બગડી ગય છે, તેઓને લાગે છે કે, પરમેશ્વરની સેવા કરવી માલ-મિલકત કમાવાનું સાધન છે.


દગો દેનારા, વગર વિસારે ઉતાવળા કામો કરનારા, અભિમાન કરનારા અને પરમેશ્વરમા પ્રેમ નય રાખનારા પણ મોજ-મજા કરનારા હશે.


પણ અત્યારે તમે પોતાની અભિમાની યોજનાઓ ઉપર અભિમાન કરો છો આવા બધાય અભિમાનો ખરાબ છે.


જેવી રીતે ઘણાય વખત પેલા ખોટા આગમભાખીયાઓ ઈઝરાયલની વસ્સે જોવા મળ્યા હતાં, એવી જ રીતે તમારી વસ્સે પણ ખોટા શિક્ષકો જોવા મળશે. ઈ ખોટા શિક્ષણોને છુપી રીતે ફેલાવી દેહે, જે લોકોને મસીહ ઉપર વિશ્વાસ છોડાવી દેહે, આ ખોટા શિક્ષક મસીહને પોતાનો સ્વામી માનવાથી પણ નકાર કરી દેહે, જે એમનો માલીક છે, અને જેણે એને પાપની શક્તિથી બસાવ્યા છે. આવી રીતે ઈ પોતાનો અસાનક નાશ કરાવી દેહે.


તેઓ એના ખોટા કામ લાયક ફળ મેળવશે, તેઓ ભર બોપરે ભુંડા સુખભોગમાં પડયા રેવાનુ ગમાડે છે. તેઓ તમારી વસે એક કલંક અને દાગ છે. તેઓ દગો દેવામાં ખુશી મનાવે છે, જઈ ઈ તમારા પ્રીતિ ભોજનમાં તમારી હારે ખાય-પીવે છે.


આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.


પણ આ લોકો ઈ વાતોની વિરુધ અપમાનજનક રીતે બોલે છે, જેને તેઓ નથી જાણતા અને જે વાતોને ઈ જાણે છે એને સ્વાભાવિક રીતે વિવેક વગરના જનાવરોની જેમ કરે છે, તો ઈ આવા પાપીલા કામો કરવાથી પોતાનો જ નાશ કરે છે.


આ લોકો સદાય પરમેશ્વરની વિરુધ બોલે છે, અને બીજા લોકોમા વાક ગોતે છે. તેઓ પોતે વારંવાર ખરાબ કામો કરે છે, જે એનુ હૃદય કરવાનું ઈચ્છે છે, ઈ પોતાના વિષે અભિમાનથી દાવો કરે છે અને પોતાનો લાભ મેળવવા હાટુ બીજા લોકોની ખુશામત કરે છે.


કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.


તુ એને નક્કી વધારે પીડા અને દુખ દેવડાવય જે એના મોજ-શોખના જીવન અને એના પાપ હાટુ અભિમાન બરાબર છે. એણે પોતાને કીધું કે, “હું એક રાણીની જેમ લોકો ઉપર રાજ કરય, હું કાય રંડાયેલ નથી અને હું દુખનો અનુભવ નથી કરતી.”


અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


પણ જે લોકો શરમજનક કામો, મેલી વિદ્યા, છીનાળવા, હત્યા, મૂર્તિનું ભજન કરે છે અને જે દરેક પરકારનું ખોટુ ઈચ્છે છે અને એવુ કામ કરે છે ઈ લોકો કોયદી પણ શહેરમાં અંદર નય આવી હકે.


Follow us:

Advertisements


Advertisements