Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 3:18 - કોલી નવો કરાર

18 કેમ કે, ઘણાય લોકો એવી રમત રમે છે, જેની વાતો મે તમને ઘણીય વાર કીધી છે અને હજીય પણ રોતા-રોતા કવ છું કે, તેઓ મસીહના વધસ્થંભના વેરીઓ છે.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 3:18
30 Cross References  

જઈ ઈસુ યરુશાલેમ પાહે પૂગ્યો, તો ઈ શહેર જોયને એની હાટુ રોવા લાગ્યો,


અને મોટી નમ્રતાથી, અને આહુડા પાડીને, અને ઈ પરીક્ષાઓ માં જે યહુદી લોકોના કાવતરાના કારણે મારા ઉપર સંકટ આવી પડીયા, પછી પણ હું પરભુની સેવા કરતો રયો.


મને ખુબજ હોગ અને મારા મનમા બોવ જ પીડા થાય છે.


જઈ લોકો ઈ સંદેશો હાંભળે છે કે, મસીહ વધસ્થંભ ઉપર મરી ગયા છે, તો તેઓમાંથી થોડાક વિસારે છે કે, ઈ સંદેશો બેકાર છે. આ રીતે વિચારવા વાળા લોકો તેઓ છે જે નરક તરફ જય રયા છે, પણ આપણી હાટુ જે ઈ સંદેશાને માનતા હતા, ઈ લોકોને એના સામર્થ્યથી બસાવવાનું પરમેશ્વરનો તરીકો છે.


તમે જાણો છો કે અન્યાયીઓ પરમેશ્વરનાં રાજ્યનો વારસો મેળવશે નય, તમે ભૂલ નો કરો વળી છીનાળવાઓ, મૂર્તિપૂજકો, લાલસુઓ, ખરાબ કામકરનારાઓ અને માણસ-માણસ વસે દેહીક સંબંધ રાખનારાઓ,


કેમ કે, એવા લોકો ખોટા ગમાડેલા ચેલાઓ, અને કપટથી કામો કરનારા, અને મસીહનો ગમાડેલો ચેલો હોવાનો દેખાવો કરે છે.


જઈ કોય નબળા હોય છે તો હું પણ એની હારે નબળાય અનુભવું છું, અને જય કોય પાપમાં જીવન જીવે છે તો મને એના પ્રત્યે ગુસ્સો થાય છે.


કેમ કે, ઘણાય દુખોથી અને હૃદયની વેદનાથી; મેં ઘણાય આંહુડા પાડીને આ પત્ર લખ્યો, ઈ હાટુ નય કે, તમે દુખી થાવ, પણ ઈ હાટુ કે, તમારી ઉપર મારો જે મહાન પ્રેમ છે ઈ તમે જાણો.


ખાલી એક જ હાસા હારા હમાસાર છે. પણ કેટલાક લોકો તમારા મગજને હેરાન કરવા માગે છે અને મસીહના હારા હમાસારને બદલવા માગે છે.


પણ જઈ મેં જોયું કે, તેઓ ખરેખર હાસનું પાલન નથી કરી રયા. જે હારા હમાસાર શીખવાડે છે. તો મે બધાયની હામે પિતરને કીધું કે, જો તું એક યહુદી થયને, બિનયહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરશો અને યહુદીઓના રીતી-રિવાજોનું પાલન નથી કરી રયો, જો તું એક યહુદી થયને આવું કર છો, તો પછી તું બિનયહુદીઓને આપડા યહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરવા હાટુ જોર હુકામ દેશો?


હું આ વાતની ના નો પડી હકુ કે, પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની કૃપાના કારણે આપણને બસાવ્યા કેમ કે, જો લોકો શાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરી હકે છે તો પછી મસીહને વધસ્થંભ ઉપર મરવાની કોય જરૂર નોતી.


ઈ એક-બીજાની ઈર્ષા રાખે છે, ઈ નશામાં સક્સુર થય જાય છે, ઈ એવા જમણવારમાં જાય છે જ્યાં લોકો પોતાની ભૂખને કાબુમાં નથી કરતાં અને ઈ આવા પરકારના બીજા બધાય ભુંડા કામ કરે છે. હું તમને સેતવણી આપું છું, જેમ મેં પેલા પણ તમને સેતવણી આપી હતી કે, એવા કામો કરવાવાળા પરમેશ્વરનાં રાજ્યના વારસ નય થાય.


યહુદીઓને રાજી કરવા હાટુ તેઓ તમને સુન્‍નત કરાવવા હાટુ કેય છે, તેઓ એવું ખાલી ઈ હાટુ કરે છે, જેથી લોકો એને ઈ પરચાર કરવાના કારણે નો સતાવે કે, પરમેશ્વર લોકોને ખાલી ઈ હાટુ બસાવે છે કેમ કે, તેઓ વિશ્વાસ કરે છે કે, મસીહ ઈસુ વધસ્થંભ ઉપર મરયો.


હું પોતે તો ખાલી પરભુ ઈસુ મસીહના વધસ્થંભ વિષે જ અભિમાન કરું છું કારણ કે, ઈસુના વધસ્થંભને લીધે જગત મારી હાટુ મરી ગયુ છે અને હું જગત હાટુ મરી ગયો છું


ઈ હાટુ હું કવ છું અને પરભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા બિનયહુદી પોતાના મનની ભ્રમમાં હાલે છે, એમ હવેથી તમે નો હાલો;


અને આનંદથી અમારી દરેક પ્રાર્થનાઓમા તમારા બધાય હાટુ સદાય પરમેશ્વર પાહે મદદની વિનવણી કરી છયી.


અને આ વાત ઉપર પાપ કરીને કોય પણ કોય વિશ્વાસી ભાઈથી દગો કા અન્યાય નો કરે કેમ કે, પરભુ આ બધાય કામો કરનારાને સજા આપશે; જેમ કે, અમે પેલાથી જ તમને કીધું અને સેતવણી પણ આપી હતી.


કેમ કે, અમે હાંભળ્યું છે કે, તમારામાથી કેટલાક લોકો આળસુ જીવન જીવે છે, અને પોતે તો કોય કામ નથી કરતાં પણ તેઓ વારંવાર બીજા લોકોના કામમા માથું મારે છે.


ઈ એવા ખોટા શિક્ષકોને નક્કી દંડ દેહે, જે પોતાની ખરાબ દેહિક વાસનાઓ પરમાણે કામ કરે છે, અને જે પોતાની ઉપર પરમેશ્વરનાં અધિકારનો નકાર કરે છે ઈ મતલબી અને અભિમાની છે, ઈ મહિમામય સ્વર્ગીય પ્રાણીઓના વિષે અપમાન કરીને ખરાબ બોલવાથી નથી બીતા.


જે પોતાની ઉપર નિયંત્રણ નથી રાખતા ઈ દરિયાની મજબુત વિળોની જેમ છે જઈ તોફાન હોય છે અને જે બીજાઓને ખરાબ કરે છે, એના શરમજનક કામોથી, જેમ વિળો, ફીણ અને ગંદગી દરિયા કાઠે લીયાવે છે. ઈ એવા તારાઓ જેવા છે, જે નિયમિત સીધા મારગ ઉપર હાલતા નથી. પરમેશ્વર એને બોવ જ મોટા અંધારામાં સદાય હાટુ નાખી દેહે.


Follow us:

Advertisements


Advertisements