Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 2:9 - કોલી નવો કરાર

9 ઈ હાટુ પરમેશ્વરે એને ઘણોય ઉસો કરયો અને એને બધાય નામો કરતાં એક એવુ ઉતમ નામ આપવામાં આવ્યું જે બધાયથી ઉસુ છે.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 2:9
46 Cross References  

મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.


ઈસુએ પાહે આવીને તેઓને કીધુ કે, “સ્વર્ગમાં અને પૃથ્વીમાં બધોય અધિકાર મને આપવામાં આવો છે.


મારા બાપે મને બધુય હોપુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે, ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરા અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.”


ઈસુ ઈ જાણતો હતો કે, બાપે એને દરેક વસ્તુ ઉપર અધિકાર દીધો છે, અને ઈ પરમેશ્વરની પાહેથી આવ્યો છે, અને પાછો પરમેશ્વરની પાહે જાય છે.


હવે હું જગતમાં નય રવ, પણ આ જગતમાં રય, કેમ કે હું તારી પાહે આવી રયો છું, હે પવિત્ર બાપ, તારા નામના સામર્થથી તેઓને હાસ્વીને રાખ, જે તે મને દીધુ છે કે, તેઓ આપડી જેમ એક છે.


જઈ હું તેઓની હારે હતો, તો મે તારા નામના સામર્થથી, જે નામ તે મને આપ્યુ છે, મે એને હાછવીને રાખ્યો છે અને એની રખેવાળી કરી. અને જેનું ખોવાવાનુ નક્કી હતું, એને મુકીને એનામાંથી કાય પણ ખોવાણુ નથી, ઈ હાટુ કે, શાસ્ત્રમા જે કીધું છે, તેઓમાં મારો હરખ પુરેપુરો થાય.


હે બાપ, તારી હાજરીમાં મારી મહિમા પરગટ કરો, ઈ જ મહિમાવાન જે જગતના ઉત્પન થયા પેલા, મારે તારી હારે હતી.


ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે.


જઈ આ યોજનાને પુરૂ કરવાનો વખત આયશે, તો પરમેશ્વર સ્વર્ગ અને પૃથ્વીની બધીજ વસ્તુઓને મસીહની આધીન રાખશે, જેથી મસીહ બધી વસ્તુઓનો સ્વામી થાય.


ઈ ઈજ છે જે મંડળીની ઉપર રાજ કરે છે, ઈ એનો દેહ છે. ઈજ શરૂઆત છે, અને મરેલમાંથી જીવતા થયેલામાં પેલો કે, બધીય વાતોમાં ઈજ મુખ્ય રેહે.


આપડે આ પ્રાર્થના કરી છયી, જેથી આપડા પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહની કૃપા પરમાણે આપડા પરભુ ઈસુનું નામ તમારામા મહિમાવાન થાય, અને તમે એનામા મહિમા પામો.


ઈ હાટુ પરમેશ્વરે દીકરાને એક એવું નામ દીધું જે સ્વર્ગદુતોથી બોવ જ વધારે મહાન છે, જેના દ્વારા આપડે જોય હકી છયી કે, પરમેશ્વરનો દીકરો તેઓથી પણ વધારે મહાન છે.


તમે ન્યાયીપણા ઉપર પ્રેમ રાખ્યો છે અને પાપ ઉપર વેર કરયો છે, ઈ હાટુ પરમેશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં વધારે ગણીને રાજી ખુશી તેલથી મને અભિષેક કરયો છે.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


પણ આપડે ઈસુને જોયી છયી! એને થોડાક વખત હાટુ સ્વર્ગદુતોથી થોડુક જ ઓછું સામર્થ્ય આપવામાં આવ્યું, જેથી પરમેશ્વરની કૃપાથી ઈ બધાય લોકો હાટુ મરી જાય. અને એણે દુખ સહન કરયુ અને મરી ગયો, આ કારણોસર એને મહિમા અને આવકાર નો મુગટ પેરાવવામાં આવ્યો.


મસીહ પરમેશ્વરનાં જમણા હાથ ઉપર છે ઈ સ્વર્ગમા ગયો. સ્વર્ગદુતો અને અધિકારીઓ અને બધીય સત્તાઓ એની આધીન છે.


પરમેશ્વર આપડા બાપે, એને બોવજ મહિમાવાન કરયો જઈ પરમેશ્વરનાં મહાન તેજે એને ઘેરી લીધો અને એણે કીધુ “આ મારો દીકરો છે, જેનાથી મને બોવજ પ્રેમ છે; હું એનાથી બોવજ રાજી છું.”


કેમ કે, આ લોકો સ્યારેય બાજુ ઈ હાટુ યાત્રા કરે છે જેથી મસીહના નામને લોકોમા ઓળખાણ કરાવી હકે, અને અવિશ્વાસીઓથી કોય પણ જાતની મદદ નથી લેતા.


ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.


તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”


અને એના લુગડા અને હાથળ ઉપર આ નામ લખેલુ છે કે, “રાજાઓનો રાજા અને પરભુઓનો પરભુ.”


હું દરેકને જે શેતાન ઉપર વિજય પામે છે, મારી હારે કે, રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરવાનો અધિકાર આપય, જેમ મે શેતાનને જીતી લીધો અને હવે મારા બાપની હારે રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરું છું


અને તેઓ ઉસા અવાજથી ગીત ગાયને આ કેતા હતાં કે, “લાયક છે ઈ ઘેટાનું બસુ જેને મારી નાખવામાં આવ્યો હતો, આપડે એની સ્તુતિ અધિકાર, ધન, જ્ઞાન અને સામર્થ્યના વખાણ કરવા જોયી ઈ હાસુ છે કે, બધીય બનાવેલી વસ્તુઓ એનુ માન અને મહિમા કરે.”


Follow us:

Advertisements


Advertisements