Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 2:5 - કોલી નવો કરાર

5 જેવો ઈસુ મસીહનો સ્વભાવ હતો એવો જ તમારો પણ સ્વભાવ હોય.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 2:5
16 Cross References  

તમે મારા આધીન થાઓ, ને મારી પાહે શીખો; કેમ કે હું આત્મામાં નમ્ર અને રાંકડો છું, ને તમે તમારા મનમાં વિહામો પામશો.


કેમ કે, મોટો કોણ છે, ઈ જે ખાવા બેઠા છે, કા ઈ જે ખાવાનું પીરશે છે? હું ઈ નથી જે ખાવા બેઠા છે? પણ હું તમારી વસ્સે એક પીરસનાર જેવો છું.


પરમેશ્વરે કેવી રીતે નાઝરેથ ગામના ઈસુને પવિત્ર આત્મા અને સામર્થથી અભિષેક કરયો, ઈ ભલાય કરતો અને શેતાનથી સંતાવેલા લોકોને હાજા કરતો ફરતો કેમ કે, પરમેશ્વર એની હારે હતો.


મે તમને બધુય કરીને તમને બતાવ્યું કે, આપડે કેવી રીતે મેનત કરતાં નબળાઓને મદદ કરવી જોયી, અને પરભુ ઈસુના વચનો નો સ્મરણ રાખવો જોયી, જે એણે પોતે કીધું છે કે, “લેવાથી દેવું ધન્ય છે.”


જો તારા ખોરાકની લીધે તારા ભાઈને તકલીફ થાય છે, તો ઈ બાબતમાં તું પ્રેમ પરમાણે વરતતો નથી. જેની હાટુ મસીહ મરણ પામ્યો એનો નાશ તું તારા ખોરાકથી નો કર.


કેમ કે, મસીહ પોતે હોતન માણસની રીતે વરતન કરતાં હતા, પણ જેમ લખ્યું છે કે, તારી નિંદા કરનારાઓની નિંદા મારી ઉપર પડી.


હું પ્રાર્થના કરું છું કે, ધીરજ અને પ્રોત્સાહનના પરમેશ્વર તમને મસીહ ઈસુનું અનુસરણ કરતાં એક-બીજાની હારે શાંતિથી રેવામાં મદદ કરે.


મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.


અમે પાઉલ અને તિમોથી જે મસીહ ઈસુના સેવક છયી, ફિલિપ્પીમાં રેનારા બધાય સંતો, સેવકો અને આગેવાનો ઈ બધાયને આ પત્ર લખી છયી.


એક કારણ જેની હાટુ પરમેશ્વરે તમને ગમાડીયા છે, ઈ આ છે કે તમે પીડા સહન કરો. જઈ મસીહે તમારી હાટુ પીડા સહન કરી, ઈ તમારી હાટુ એક દાખલો બની ગયો, જેથી તમે એણે જે કરયુ એનુ અનુસરણ કરો.


ઈ હાટુ જઈ મસીહે પોતાના દેહમાં રેતી વખતે દુખ સહન કરયુ, ઈ હાટુ તમારે પણ એવી જ રીતે દુખ સહન કરવા તૈયાર રેવું જોયી, જે એનામા હતું, કેમ કે, જો તમે મસીહ હાટુ દુખ સહન કરવા તૈયાર છો, તો તમે પાપ નય કરવાનું નક્કી કરી લીધું છે.


જે કોય આ કેય છે કે, હું પરમેશ્વરમાં બનેલો રવ છું તો એને પણ પોતે જેમ ઈસુ મસીહ રેતા હતાં એમ જ રેવું જોયી.


Follow us:

Advertisements


Advertisements