“પણ આ નાનાઓમાંથી જેઓ મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓમાના એકને જે કોય ઠોકર ખવડાવશે, ઈ કરતાં એના ગળે ઘંટીનો મોટો પડ બંધાય અને એને દરિયાના ઊંડાણમાં ડુબાડી દેય, ઈ એની હાટુ હારૂ છે.”
જો તમે શાસ્ત્રમા લખેલી આ ખાસ મહત્વના નિયમને પાળો છો, “તો તમે પોતાના પાડોહીથી એવી રીતે પ્રેમ કરો, જેવી રીતે તમે પોતાની જાત ઉપર પ્રેમ કરો છો,” તો તમે ઘણુય હારું કરો છો.