હું તમને હાસે હાસુ કવ છું કે, જે મને મોકલનારાનો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે, ઈ મને સ્વીકારે છે, અને જે કોય પણ મને સ્વીકારે છે, ઈ મને મોકલનારને પણ સ્વીકારે છે.”
સંતોને શોભે એવી રીતે તમે પરભુની લીધે એને ધારણ કરો, અને જે કોય બાબતમાં એને તમારી મદદની જરૂર હોય એમા તમે એની મદદ કરજો; કેમ કે, ઈ પોતે મને અને ઘણાય બીજા લોકોને હોતન મદદ કરનાર થય છે.
આરિસ્તાર્ખસ જે મારી હારે કેદમાં છે, અને બાર્નાબાસનો ભાણયો માર્ક તમને બધાયને સલામ કેય છે. માર્કની વિષે તમને પેલાથી જ એક પત્ર મળ્યોતો જો ઈ તમારી પાહે આવે તો એની હારે હારી રીતે વરતન કરજો.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી કે, જે પરભુમાં તમારા આગેવાન છે, અને તમારી વસે મેનત કરે છે, અને તમને શીખવાડે છે, એને માન આપો.
જે વડવાઓ મંડળીમાં પોતાનુ કામ હારી રીતે કરે છે, એને હારી રીતે માન અને વેતન મળવું જોયી, ખાસ કરીને તેઓ લોકો જે પરમેશ્વરના સંદેશાને શીખવાડવા અને પરચાર કરવા હાટુ બોવ મેનત કરે છે.
તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.
ઈ હાટુ જો હું જઈ આવય, તો મંડળીના લોકોથીને મોંઢામોઢ વાત કરય કે, ઈ શું શું કરે છે, એટલે કે, અમારી ઉપર ખરાબ કામો કરવાના ખોટા આરોપ લગાડે છે. અને એટલુ જ નય ઈ પોતે પરચાર કરનારા ભાઈઓને સ્વીકારતા નથી અને જે તેઓનો સ્વીકાર કરવા માગે છે એને હોતન ના પાડે છે, અને તેઓને મંડળીમાંથી બારે કાઢી મુકે છે.