27 અને હાસીન ઈ માંદો થય ગયો હતો ન્યા હુધી કે, મરવાની અણી ઉપર હતો પણ પરમેશ્વરે એની ઉપર દયા કરીને એને હાજો કરયો, અને ખાલી એની ઉપર જ નય, પણ મારી ઉપર પણ કરી; જેથી મને વધારે દુખ સહન નો કરવુ પડે.
પણ માણસ સહન નો કરી હકે એવું કોય પરીક્ષણ તમને થાતું નથી. વળી પરમેશ્વર વિશ્વાસુ છે, ઈ તમારી તાકાત પરમાણે પરીક્ષણ તમારી ઉપર આવવા દેહે નય; પણ તમે ઈ સહન કરી હકો, ઈ હાટુ પરીક્ષણ હારે છુટકારાનો મારગ પણ રાખશે.