Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 2:16 - કોલી નવો કરાર

16 જેથી જઈ મસીહ પાછો આયશે, તઈ મારે અભિમાન કરવાનું કારણ થાહે કે, હું નકામું ધોડ્યો નથી અને મે નકામી મેનત કરી નથી.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 2:16
24 Cross References  

જે કાય પણ તમને અંધારામાં કેય છે, એને અંજવાળામાં કયો, અને જે કાનો કાન હાંભળતા હોય, એને સોરામાં જયને પરચાર કરો.


હું તમને કવ છું કે, જો કોય મને માણસોની હામે સ્વીકાર કરશે, ઈ મારો ચેલો છે, એને હું માણસનો દીકરો પણ પરમેશ્વરનાં સ્વર્ગદુતોની હામે તેઓનો સ્વીકાર કરય.


આત્મા જ જીવન આપે છે જે કોયને સદાય હાટુ જીવાડી હકે છે, માણસનો સ્વભાવ આ વાતમાં મદદ નથી કરતો. મે જે તારી પાહેથી શીખ્યું છે ઈ આત્માની વિષે, અને તેઓએ તને અનંતકાળ હાટુ બતાવ્યો.


સિમોન પિતરે ઈસુને જવાબ દીધો કે, “પરભુ અમે કોની પાહે જાયી? અનંતકાળના જીવનની વાતો તો તારી પાહે છે.


હે મારા ભાઈઓ, ઈબ્રાહિમના વંશજો અને પરમેશ્વરની બીક રાખનારા બિનયહુદીઓ, આપડી પાહે ઈ તારણનો સંદેશ આવ્યો છે.


પરમેશ્વર તમને છેલ્લે હુધી વિશ્વાસમાં મજબુત કરશે કે, જઈ તમે ઈ દિવસે દોષ વગરના માલુમ પડો જઈ આપડા પરભુ ઈસુ મસીહ ફરીથી જગતમાં પાછા આયશે.


ઈ હાટુ હું એવી રીતે ધોડું છું, પણ શંકા કરનારાની જેમ નય; હું મુક્કેબાજ છું પણ હવામાં મુક્કા મારનારાઓની જેવો નય.


હાલમાં જે તમે થોડુ ઘણુ હમજો છો ઈ તમે પુરી રીતે હમજશો; જેથી પરભુ ઈસુના પાછા આવવાના દિવસે અમે જેમ તમારી હાટુ અભિમાન કરી હકશું, એમ તમે પણ અમારી હાટુ અભિમાન કરી હકશો.


પણ હું ન્યા ગયો કેમ કે, પરમેશ્વરે મને દર્શન આપ્યુ હતું કે, મારે ન્યા જાવું જોયી અને જઈ હું ન્યા હતો તો હું આગેવાનોને વ્યક્તિગત રીતે મળ્યો અને તેઓને ઈ હારા હમાસાર વિષે બતાવ્યું જે હું બિનયહુદીઓની વસે પરચાર કરી રયો હતો, જેથી જે હું કરી રયો હતો કા જે હું કરવાનું સાલું રાખતો હતો જેથી એનું પરિણામ નો જાય.


જે કાય તમે કરી રયા છો એના કારણે હું સીંતામાં છું કે, તમારી વસે મારી સેવા નકામી થય છે.


જેથી બધાયથી હારી વાતો પારખી હકો આવી રીતે તમે બધાય લોકો મસીહના પાછા આવવાના દિવસ હુધી ઈમાનદાર અને નિરદોષ રય હકો.


મને આ વાતનો ભરોસો છે કે, પરમેશ્વરે તમારામા જે હારા કામો શરુ કરયા છે, ઈજ એને ઈસુ મસીહના પાછા આવવાના દિવસ હુધી પુરા કરશે.


આપડી આશા કે આનંદ કે મોટાયનો મુગટ કોણ છે? ઈ તમે જ હશો જઈ આપડા પરભુ ઈસુ મસીહ પાછા આયશે.


આ કારણથી જઈ હું આ જાણયા વિના રય નો હકયો કે, તમે કેમ છો, તો તમારા વિશ્વાસની વિષે જાણવા હાટુ મે તિમોથીને તમારી પાહે મોકલ્યો, કેમ કે મને બીક હતી કે, પરીક્ષણ કરનારો શેતાને તમારી પરીક્ષા કરી હોય, અને અમારી મેનત નકામી ગય હોય.


કેમ કે, ખરેખર પરમેશ્વરનું વચન જીવતું અને બેધારી તલવારથી પણ વધારે તેજ છે. ઈ આત્મા અને જીવ, હાંધા અને માસને પણ વીંધી નાખે છે. ઈ મનની ઈચ્છા અને વિસારોને પણ પારખી લેય છે.


હું તમને એવુ કરવા હાટુ કવ છું કેમ કે, હવે તમે એક નવું જીવન જીવી રયા છો. તમને આ નવું જીવન કોય નાશ થાનારી વસ્તુથી નથી મળ્યું. પણ આ એક એવી વસ્તુની માધ્યમથી મળ્યું છે જે સદાય હાટુ રેહે, જો કે પરમેશ્વરનો વાયદો છે, જેની ઉપર તમે વિશ્વાસ કરયો છે.


આપડે તમને જીવનના વચન વિષે લખી રયા છયી, જે જગતના શરુઆતથી છે જેને અમે હાંભળ્યું છે, અમે પોતાની આંખોથી જોયું છે, અને અમે ધ્યાનથી નિરખુ છે, અને અમે એને અમારા હાથોથી અડયા છયી.


પરમેશ્વરનો આત્મા અને ઘેટાના બસ્સાની કન્યા ઈસુને કેય છે કે, “તારે ખરેખર આવવું જોયી.” દરેક જે કોય આ હાંભળે છે, એને પણ આ કેવું જોયી, “આવ!” જે કોય તરસો છે એને આવીને ઈ પાણીને અપનાવવું જોયી જે ઉદારતાથી જીવન આપે છે.


Follow us:

Advertisements


Advertisements