Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 2:13 - કોલી નવો કરાર

13 કેમ કે પરમેશ્વર જે તમારામા કામો કરે છે, તમને ઈ કામ કરવાની ઈચ્છા અને તાકાત આપે છે, જેઓ એને ગમાડે છે.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 2:13
39 Cross References  

તમે તો ઘેટાઓની નાની ટોળી જેવા છો, કોય પણ વાતુના લીધે બીવમાં, કેમ કે, તમારા બાપ જે સ્વર્ગમા છે એને આ હારું લાગે છે કે, ઈ તમને રાજ્ય આપે.


“બધાયથી ઉચે સ્વર્ગમા પરમેશ્વરને મહિમા થાઓ અને પૃથ્વી ઉપર ઈ લોકોમા શાંતિ થાઓ જેઓથી ઈ રાજી છે.”


યોહાને જવાબ દીધો કે, “જઈ કોય માણસને સ્વર્ગમાંથી આપવામાં આવ્યું નો હોય, ન્યા હુધી ઈ કાય પામી હકતો નથી.


આગમભાખીયાની સોપડીમા એમ લખેલુ છે કે, “તેઓ સઘળા પરમેશ્વરથી શિખેલા થાહે, જે કોય બાપની પાહેથી હાંભળીને શીખ્યો છે, ઈ મારી પાહે આવે છે.


પછી ઈસુએ કીધું કે, “ઈ કારણથી તમને કીધું કે, બાપ તરફથી એને આપવામાં આવું નો હોય તો ઈ મારી પાહે આવી હકતો નથી.”


અને પરભુનો સામર્થ તેઓની હારે હતો, અને બોવ બિનયહુદી લોકો એના પરસાર દ્વારા પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા લાગ્યા.


કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.


અને બેયમાંથી એક દીકરાને પરમેશ્વરનાં ઈરાદા પરમાણે ગમાડેલો હતો એવી ખબર પડે ઈ હાટુ એણે એને કીધું કે, “મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”


એથી ગમાડવાનો આધાર માણસની ઈચ્છા કે કામ ઉપર નય, પણ ખાલી પરમેશ્વરની દયા ઉપર છે.


કામો ઘણાય પરકારના છે પણ પરમેશ્વર એકનો એક જ છે જે બધીય બાબતોમાં બધાય લોકોમાં કામ કરે છે.


પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.


આપડે એમ નથી કેતા કે, આપડી પોતાની પાહે ગમે ઈ કરવાની લાયકાત છે. પણ આ લાયકાત પરમેશ્વર તરફથી આપણને મળી છે.


પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.


પરમેશ્વરનાં પ્રેમને લીધે આપણે ઈસુ મસીહની હાટુ એના દીકરાઓ બનીએ એવુ પરમેશ્વરે પાક્કું કરેલું હતું; એમા જ તેઓની ખુશી અને એની ઈચ્છા હતી.


પરમેશ્વરે ઈ જ કરયુ જે એણે ખાનગી રાખ્યું હતું અને આપણને ઈ ખાનગી યોજનાની જાણ કરાવી જે એણે પેલાથી જ મસીહ દ્વારા પુરૂ કરવાનો નિર્ણય લીધો હતો.


કેમ કે, જઈ તમે વિશ્વાસ કરયો તો પરમેશ્વરે પોતાની કૃપાથી તમને બસાવી લીધા. અને તમે પોતાના તારણને કમાણા નથી, પણ આ પરમેશ્વરનું દાન છે.


ઈ હાટુ અમે સદા તમારી હાટુ પ્રાર્થના પણ કરી છયી, જેથી પરમેશ્વર તમને ઈ જીવનને લાયક બનાવી દેય, જેને જીવવા હાટુ એણે તમને બોલાવીયા છે. અને બધાય ભલાયના કામો કરવાની ઈચ્છા અને વિશ્વાસથી કરેલા બધાય કામોને પોતાના સામર્થથી પુરા કરે.


કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.


ઈ તમને તેઓની ઈચ્છા પુરી કરવા હાટુ બધુય કરો અને તેઓને જે રાજી કરી હકે એવી બાબતો ઈસુ મસીહ દ્વારા આપડામાં પુરી કરો. યુગે યુગ હુધી ઈસુ મસીહની મહિમા સદાય થાતી રેય. આમીન.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.


Follow us:

Advertisements


Advertisements