મારા બાળકો, જેવી રીતે એક બાય જણતી વખતે દુખાવો સહન કરે છે, એવી જ રીતે હું એકવાર પાછો તમારી હાટુ દુખ ભોગવી રયો છું, હું આ દુખમાં ન્યા હુધી રેય જ્યાં હુધી તમે મસીહમાં હમજતા નો થય જાવ.
અને અમે કોયદી પણ ચાબોલ્યાની વાતો નથી કીધી, આ તમને ખબર છે, અને પુંજીની લાલસને હતાડવા હાટુ એવુ કાય કરતાં નોતા, જેની પરમેશ્વર સાક્ષી આપે છે કે, તેવા અમે નોતા.
અને અમે તમારીથી એટલો પ્રેમ કરી છયી કે, ખાલી પરમેશ્વરનાં હારા હમાસાર હંભળાવવા હાટુ નય પણ તમારી હાટુ પોતાનો જીવ પણ દેવા હાટુ તૈયાર હતા. ઈ હાટુ કે, અમે તમારી હારે બોવ પ્રેમ કરતાં હતા.