Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 1:6 - કોલી નવો કરાર

6 મને આ વાતનો ભરોસો છે કે, પરમેશ્વરે તમારામા જે હારા કામો શરુ કરયા છે, ઈજ એને ઈસુ મસીહના પાછા આવવાના દિવસ હુધી પુરા કરશે.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 1:6
33 Cross References  

ઈસુએ તેઓને કીધું કે, “જેને એણે મોકલ્યો છે એની ઉપર તમે વિશ્વાસ કરો, ઈજ પરમેશ્વરનું કામ છે.”


આ બધુય હાંભળીને બધાય યહુદી વિશ્વાસી સુપ થય ગયા, અને પરમેશ્વરનાં વખાણ કરીને કેવા માંડયા કે, “તઈ પરમેશ્વરે બિનયહુદી જાતિના લોકોને પણ પોતાના પાપ કરવાનું બંધ કરીને અનંતજીવન પામવાનો મોકો દીધો છે.”


લુદીયા નામની થુઆતૈરા શહેરના બોવ મોધા લુગડા વેસનારી અને પરમેશ્વરનુ ભજન કરનારી બાય હતી, પરભુએ એનુ મન ખોલ્યું કે પાઉલની વાતો ઉપર ધ્યાન લગાડે.


પરમેશ્વર તમને છેલ્લે હુધી વિશ્વાસમાં મજબુત કરશે કે, જઈ તમે ઈ દિવસે દોષ વગરના માલુમ પડો જઈ આપડા પરભુ ઈસુ મસીહ ફરીથી જગતમાં પાછા આયશે.


અને મને આ બધી વાતોનો પુરો ભરોસો હતો, ઈ હાટુ મેં તમારીથી પેલા મુલાકાત કરવાનું આયોજન કરયુ, જેથી હું તમારી પાહે બીજીવાર આવું અને તમને બમણા આશીર્વાદ આપી હકુ.


અને તઈ હું ઈ વાતોને લીધે આ પત્ર તમને લખુ છું કે, ન્યા એવુ નો થાય કે, મારા આવવાથી, જેનાથી મને ખુશી મળવી જોયી, હું તેઓથી દુખી થય જાવ, કેમ કે મને તમારી બધાય ઉપર આ વાતોનો ભરોસો છે કે, જે મારી ખુશી છે, ઈ જ તમારી બધાયની પણ છે.


હું આનંદ કરું છું કે, તમારી તરફથી મને દરેક વાતોમાં ભરોસો થાય છે.


ક્યાક એવું નો થાય કે, કોક જો મકદોનિયા પરદેશના વિશ્વાસીઓમાં હારે આવીને આ જોવે કે, તમે મદદ કરવા હાટુ તૈયાર નથી, તો અમારે પણ શરમાવું પડે,


હું પરમેશ્વર ઉપર વિશ્વાસ કરું છું કે, ઈ તમને ખોટા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાથી બસાવી રાખશે. પણ જે માણસ તમારી હાટુ મુશ્કેલીઓ ઉભી કરે છે ઈ કોય પણ હોય, પરમેશ્વર દ્વારા સજા પામશે.


એની જવાબદારી ઈ છે કે, ઈ પરમેશ્વરનાં લોકોને એનું કામ કરવા હાટુ તૈયાર કરી હકે અને મસીહનો દેહ એટલે કે, મંડળીનું બાંધકામ બધાતું થાય.


જેથી બધાયથી હારી વાતો પારખી હકો આવી રીતે તમે બધાય લોકો મસીહના પાછા આવવાના દિવસ હુધી ઈમાનદાર અને નિરદોષ રય હકો.


કેમ કે, પરમેશ્વરે તમને ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવાનું નય પણ એની જેમ દુખ સહન કરવા હાટુ કૃપા આપી છે કેમ કે, તમે એની ઉપર વિશ્વાસ કરો છો.


એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.


કેમ કે પરમેશ્વર જે તમારામા કામો કરે છે, તમને ઈ કામ કરવાની ઈચ્છા અને તાકાત આપે છે, જેઓ એને ગમાડે છે.


જેથી જઈ મસીહ પાછો આયશે, તઈ મારે અભિમાન કરવાનું કારણ થાહે કે, હું નકામું ધોડ્યો નથી અને મે નકામી મેનત કરી નથી.


કેમ કે, જઈ તમે જળદીક્ષા લીધી તઈ મસીહની જેમ દાટી દીધો હતો અને નવા સ્વભાવ હારે મસીહની જેમ જીવતો કરયો હતો. એવુ ઈ હાટુ થયુ કેમ કે, તમે વિશ્વાસ કરયો કે, પરમેશ્વરે પોતાના સામર્થ દ્વારા મસીહને મારવા પછી ફરીથી જીવતો કરી દીધો.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


ઈ હાટુ અમે સદા તમારી હાટુ પ્રાર્થના પણ કરી છયી, જેથી પરમેશ્વર તમને ઈ જીવનને લાયક બનાવી દેય, જેને જીવવા હાટુ એણે તમને બોલાવીયા છે. અને બધાય ભલાયના કામો કરવાની ઈચ્છા અને વિશ્વાસથી કરેલા બધાય કામોને પોતાના સામર્થથી પુરા કરે.


અને અમને પરભુમાં તમારી ઉપર ભરોસો છે કે, અમે તમને જે આજ્ઞા આપી છે, ઈ તમે પાલન કરો છો અને પાળતા રેહો.


મે તને આ પત્ર એટલા હાટુ લખ્યું છે કેમ કે, મને વિશ્વાસ છે કે, તુ ઈ કરશે જે કરવાનું હું તને વિનવણી કરું છું અને મને ખબર છે કે, તુ એનાથી પણ વધારે કરય, જે હું તને કરવાની વિનવણી કરું છું


ઈ હાટુ હિંમત નો છોડો કેમ કે તમે પરમેશ્વરથી બોવ જ બદલો મેળવશો.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.


પણ પરભુનો દિ પાક્કી રીતે પાછો આયશે, ઈ અસાનક પાછો આયશે, જેમ કોય સોર અસાનક આવી જાય છે, એમ જ ઈ વખતે આભમાં ગરજવાના અવાજો થાહે અને આભ અલોપ થય જાહે, આભમાં બધુય એટલે કે, સુરજ, સાંદો અને તારાઓ બધુય આગથી હળગી જાહે, ઈ દિવસે પરમેશ્વર ઈ બધાય કામોને પરગટ કરી દેહે જે લોકોએ પૃથ્વી ઉપર કરયા છે, જેથી એનો ન્યાય કરી હકે.


Follow us:

Advertisements


Advertisements