4 અને આનંદથી અમારી દરેક પ્રાર્થનાઓમા તમારા બધાય હાટુ સદાય પરમેશ્વર પાહે મદદની વિનવણી કરી છયી.
ઈ વારંવાર રાત દિવસ ડુંઘરાઓ અને મહાણોની જગ્યાએ રાડો પાડતો અને પાણાથી પોતાને ઘાયલ કરયા કરતો હતો.
હું તમને કવ છું કે; “ઈ જ રીતે જઈ પાપી માણસ પાપોથી પસ્તાવો કરે છે, તઈ સ્વર્ગદૂતો પરમેશ્વરની હામે રાજી થાય છે.”
હું તમને કવ છું કે, ઈજ પરમાણે નવ્વાણું ન્યાયીઓ જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે છે, એની લીધે સ્વર્ગમા આનંદ થાહે.
પરમેશ્વર, જેની સેવા હું પોતાના પુરા હૃદયથી એના દીકરાના વિષે માણસોને હારા હમાસારનો પરચાર કરું છું, ઈજ મારી સાક્ષી છે કે, હું પોતાની પ્રાર્થનાઓમાં તમને લોકોને સદાય યાદ કરું છું
તો પછી તમે એક જ મનના થાવ, એક હરખો પ્રેમ રાખો, એક જીવના અને એક હેતુથી એક આત્માના થાવ અને મારો આનંદ આવી રીતે પુરો કરો.
કેમ કે, ઘણાય લોકો એવી રમત રમે છે, જેની વાતો મે તમને ઘણીય વાર કીધી છે અને હજીય પણ રોતા-રોતા કવ છું કે, તેઓ મસીહના વધસ્થંભના વેરીઓ છે.
ઈ હાટુ, મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને બોવ પ્રેમ કરું છું, હું તમને મળવાની બોવ ઈચ્છા રાખુ છું; અને તમે જે મારો આનંદ અને મુગટરૂપ છો, વાલા મિત્રો પરભુમાં તમે વિશ્વાસમા મજબુત રેજો.
કેમ કે, તમારાથી હું આઘો છું, તો પણ હું તમારા વિષે વિચારતો રવ છું, અને હું ઈ જોયને બોવ રાજી છું કે, તમે એક હારે થયને એમ જ જીવો છો જેમ તમારે જીવવું જોયી અને મસીહમા તમારો વિશ્વાસ મજબુત છે.
જઈ પણ અમે પ્રાર્થના કરી છયી તઈ તમને યાદ કરી છયી, અને દરોજ તમારી બધાય હાટુ પરમેશ્વરનો આભાર માની છયી.
કેમ કે, હે વિશ્વાસી ભાઈ હું બીજા હાટુ તારો પ્રેમ જાણીને બોવ રાજી અને ઉત્તેજિત થયો છું એટલે કે, તારી દ્વારા પરમેશ્વરનાં લોકો રાજી થયા છે.
હું બોવ રાજી થયો, જઈ મે હાંભળૂ કે, તારા થોડાક સંતાનો ઈ હાસાયનું પાલન કરીને જીવી રયા છે, જેણે આપડા પોતાના પરમેશ્વર બાપે આપણને કરવાનો હુકમ આપ્યો છે.