Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 1:30 - કોલી નવો કરાર

30 જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને અત્યારે મારામાં થાય છે ઈ હમણાં તમે હાંભળો છો એવુ જ તમારામા હોતન છે.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 1:30
21 Cross References  

હું ઈ વાત તમને ઈ હાટુ કવ છું કે, તમને મારા કારણે શાંતિ મળે. જગતમાં તમને દુખ થાય છે, પણ હિમંત રાખો, કેમ કે મે આ જગતના દુખો ઉપર જીત મેળવી છે.”


ન્યા હુધી કે, રાજા કૈસરના રાજ ભવનના સિપાઈઓની બધીય ટુકડીમાં અને ન્યાના બધાય લોકોમા જાહેર થયા છે, કે, હું જેલખાનામાં છું કેમ કે, હું મસીહનો સેવક છું


આને પુરું કરવા હાટુ ઈ પરાક્રમી તાકાતથી જે મસીહ આપે છે, અને જે મારામાં કામ કરે છે, હું મેનત કરું છું અને ઝઝુમું છું.


હું ઈચ્છું કે, તમે જાણી લ્યો કે, તમારી હાટુ અને તેઓની હાટુ લાઓદિકિયા શહેર છે, અને તેઓ બધાયની હાટુ જેઓને મે નથી જોયા, હું કેટલી મેનત કરું છું


અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.


એક હારા સિપાયની જેમ પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવા અને એની સેવા કરવા હાટુ કોશિશ કર. અને અનંતકાળનું જીવન મેળવ, જેની હાટુ તને બોલાવવામાં આવ્યો છે, અને બધાય લોકોની હામે તે પરભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાનું હોતન કબુલ કરયુ હતું.


મે ઈસુ મસીહની સેવા કરવામા કઠણ મેનત કરી છે, એની હોપેલી સેવા પુરી કરી છે, અને હું છેલ્લે હુધી વિશ્વાસ લાયક રયો છું


આપડી સ્યારેય બાજુ બોવ બધાય લોકો છે એનું જીવન આપણને બતાવે છે, ઈ હાટુ આવો, દરેકને એક રોક્વાવાળી વસ્તુ, અને ઘુસવણવાળા પાપોને છેટા કરીને, ધીરજથી ઈ હરીફાયમાં આગળ વધી; જેમાં આપડે ધોડવાનુ છે.


તમારે હજી હુધી પાપનો વિરોધ કરવા હાટુ લોહી વહેડાવું પડયું નથી.


આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.


Follow us:

Advertisements


Advertisements