Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 1:27 - કોલી નવો કરાર

27 ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 1:27
53 Cross References  

તેઓ શું વિસારતા હતા, ઈ વાત ઈસુ જાણતો હતો, જેથી એણે એને કીધુ કે, જો એક દેશના લોકો અંદરો અંદર બાધતા રેય, તો તેઓ વધારે વખત હુધી નય ટકી હકે. એવી જ રીતે જો એક પરિવારના લોકો એકબીજાની વિરુધમાં છુટા પડેલા હોય, તો ઈ પરિવાર એક હારે નય રય હકે.


ઈ દરોજ એક મનના થયને મંદિરમાં ભેગા થતા હતાં, અને ઘરે ઘરે પરભુ ભોજન લેતા અને ઉદાર મનથી રાજી થયને હારે હળી મળીને ખાતા.


થોડાક દિવસ પછી રાજ્યપાલ ફેલિકસ પોતાની બાયડી દ્રુસિલાને, જે યહુદી હતી, હારે લયને કાઈસારિયા શહેરમાં આવ્યા અને પાઉલને બોલાવીને ઈ વિશ્વાસના વિષયમાં, જે મસીહ ઈસુ ઉપર છે, એનાથી હાંભળો.


બધાય વિશ્વાસી લોકો એક મન અને ચિતના હતાં, ન્યા લગી કે, કોય પણ વિશ્વાસી એવું નોતો કેતો કે, આ મિલકત મારી છે, પણ જે કાય એક-બીજા પાહે હતું એને ભેગુ કરીને જરૂરીયાત મુજબ ભાગ પાડી લેતા હતા.


મસીહના હારા હમાસાર વિષે હું શરમાતો નથી; કેમ કે, ઈ બધાય વિશ્વાસ કરનારાના તારણની હાટુ પરમેશ્વરનું સામર્થ્ય છે, પેલા યહુદી લોકોની અને પછી બિનયહુદી લોકોની હાટુ.


મસીહ દ્વારા અમને કૃપા અને ગમાડેલો ચેલો એવું પદ મળ્યું છે કે, એના નામના કારણે બધીય જાતિના લોકો મસીહ ઉપર વિશ્વાસ કરે અને એની આજ્ઞાનું પાલન કરે.


પરમેશ્વર, જેની સેવા હું પોતાના પુરા હૃદયથી એના દીકરાના વિષે માણસોને હારા હમાસારનો પરચાર કરું છું, ઈજ મારી સાક્ષી છે કે, હું પોતાની પ્રાર્થનાઓમાં તમને લોકોને સદાય યાદ કરું છું


પણ ઈ શું કેય છે?, ઈ વચન તારી પાહે છે, તારા મોઢામાં છે અને તારા હૃદયમાં છે એટલે કે, વિશ્વાસનું જે વચન અમે પરગટ કરી છયી, ઈ એવુ જ છે કે,


મસીહ ઈસુના ચાકર તરીકે મને બિનયહુદીઓ વસ્સે કામ કરવાનો અધિકાર મળ્યો છે. પરમેશ્વરનો સંદેશો પરગટ કરીને હું યાજકનું કામ કરું છું, જેથી પવિત્ર આત્માની લીધે મસીહી બનેલા બિનયહુદીઓ પરમેશ્વરને માન્ય અર્પણ થાય.


અને હું જાણુ છું કે, જઈ હું તમારી પાહે આવય, એના કારણે મસીહ ભરપુરીથી તમને આશીર્વાદ દેહે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારામાંથી આપડા પરભુ મસીહ ઈસુના નામમાં તમને એવું કરવા આવકારૂ છું જેમ કે, એક જ વિસાર રાખીને અને એક જ હેતુની હારે એકબીજાની હારે હું એક મન અને એક મત સ્થાપિત કરવા વિનવણી કરું છું


ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.


છેલ્લે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, રાજી રયો, સિદ્ધ બનતા જાવો, અને મારી સલાહને હાંભળો, એક જ મન રાખો, મેળ રાખો અને પ્રેમ અને શાંતિનો દાતાર પરમેશ્વર તમારી હારે રેહે.


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


કેમ કે, બીજાઓને મદદ કરવા હાટુ આપવાની સેવાથી બોવ બધા લોકો પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, કેમ કે, તમે મસીહના હારા હમાસાર હાસા છે એવી કબુલાત કરી છે, અને હવે એનું પાલન પણ કરો છો, અને ગરીબ વિશ્વાસીઓ અને બધાય વિશ્વાસીઓની મદદ પણ કરતાં હોય.


ખાલી એક જ હાસા હારા હમાસાર છે. પણ કેટલાક લોકો તમારા મગજને હેરાન કરવા માગે છે અને મસીહના હારા હમાસારને બદલવા માગે છે.


તો તમારી હારે એવુ છે તમે હાસા તારણના હારા હમાસાર હાંભળા છે જે આ વિષે બતાવે છે કે, પરમેશ્વર તમને કેવી રીતે બસાવે છે જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો છે તો પરમેશ્વરે પોતાનો વાયદો કરેલ પવિત્ર આત્મા તમને દીધો ઈ બતાવવા હાટુ કે, તમે પરમેશ્વરનાં છો.


આ બધાયને કારણે, જઈ મેં પરભુ ઈસુ ઉપર તમારો વિશ્વાસ અને પરમેશ્વરનાં બધાય લોકોની હાટુ તમારા પ્રેમના વિષે હાંભળીને,


હું પાઉલ પરભુનો કેદી બનેલો તમને વિનવણી કરું છું કે, પરમેશ્વરે તમને આમંત્રણ આપ્યુ તઈ તમારી હાટુ એણે નક્કી કરેલા તેડા પરમાણે તમે જીવન જીવો.


જઈ-જઈ હું તમને હારા હમાસારની લીધે યાદ કરું છું તઈ-તઈ હું મારાં પરમેશ્વરનો આભાર માનું છું


એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.


પણ મને પરભુ ઉપર પુરો ભરોસો છે કે, હું પોતે પણ જલ્દી ન્યા આવય.


કેમ કે, ઘણાય લોકો એવી રમત રમે છે, જેની વાતો મે તમને ઘણીય વાર કીધી છે અને હજીય પણ રોતા-રોતા કવ છું કે, તેઓ મસીહના વધસ્થંભના વેરીઓ છે.


પણ આપડુ સ્વદેશ સ્વર્ગ છે, અને જ્યાંથી આપડે પોતાના તારનાર પરભુ ઈસુ મસીહને પાછા આવનારની રાહ જોયી છયી.


ઈ હાટુ, મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને બોવ પ્રેમ કરું છું, હું તમને મળવાની બોવ ઈચ્છા રાખુ છું; અને તમે જે મારો આનંદ અને મુગટરૂપ છો, વાલા મિત્રો પરભુમાં તમે વિશ્વાસમા મજબુત રેજો.


અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો.


કેમ કે, અમે હાંભળ્યું છે કે, મસીહ ઈસુ ઉપર તમારો વિશ્વાસ છે, અને બધાય પવિત્ર લોકોને તમે પ્રેમ કરો છો.


પણ હમણાં જ તિમોથી તમારી પાહેથી અમારી પાહે પાછો આવીને તમારો વિશ્વાસ અને પ્રેમની સંદેશો હંભળાવી. અને આ વાત પણ કીધી કે, તમે સદાય પ્રેમથી અમને યાદ કરો છો, અને અમને જોવાની ઈચ્છા રાખો છો, જેમ અમે પણ તમને જોવાની આશા રાખી છયી.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.


આ હાસુ શિક્ષણ અદભુત પરમેશ્વરની મહિમા વિષે હારા હમાસારથી સહમત થાય છે, જેણે મને પરચાર કરવાની જવાબદારી આપી છે.


અને તારે મસીહ ઉપર વિશ્વાસમા બનેલું રેવું જોયી અને સોખુ મન હોવું જોયી, કેમ કે કેટલાક લોકોએ પોતાના સોખા મનનો ત્યાગ કરી દીધો છે અને એનુ પરિણામ ઈ થયુ કે, તેઓ હવે મસીહ ઈસુમાં વિશ્વાસ નથી કરતા. જેવી રીતે એક વહાણ ભટકાયને નાશ થય જાય છે.


મે ઈસુ મસીહની સેવા કરવામા કઠણ મેનત કરી છે, એની હોપેલી સેવા પુરી કરી છે, અને હું છેલ્લે હુધી વિશ્વાસ લાયક રયો છું


સોરી નો કરે, આ સાબિત કરે કે, તેઓ સદાય વિશ્વાસુ છે, જેથી લોકો તેઓના હારા વરતન ઉપર ધ્યાન આપે, અને જે કાય પણ તેઓ કરે છે, ઈ લોકો દ્વારા આપડા તારનાર પરમેશ્વર વિષે વચન હંભળાવવાનું કારણ બને.


હું પરભુ ઈસુ મસીહમા તારો વિશ્વાસ અને પરમેશ્વરનાં બધાય પવિત્ર લોકો પાહેથી તારા પ્રેમની વિષે હાંભળુ છું


અને જે મેળ કરાવનારા છે, ઈ શાંતિના બી વાવશે અને ન્યાયપણાની મોસમ કાપશે.


ઈ પાક્કું છે કે, પરમેશ્વર બધીય વસ્તુઓનો એવી રીતે નાશ કરી દેહે, ઈ હાટુ તમારે એવુ જીવન જીવવું જોયી જે સોખ્ખું અને પરમેશ્વરને હોપેલું હોય.


એટલે હે વાલાઓ, જો તમે ઈ દિવસની વાટ જોવો છો, જઈ પરમેશ્વર જગતનો ન્યાય કરશે. તો તમારે પુરેપુરી કોશિશ કરવી જોયી, જેથી ઈ તમને શુદ્ધ અને નિરદોષ અને એક-બીજાની હારે શાંતિમાં રાખી હકે.


મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.


Follow us:

Advertisements


Advertisements