હાલમાં જે તમે થોડુ ઘણુ હમજો છો ઈ તમે પુરી રીતે હમજશો; જેથી પરભુ ઈસુના પાછા આવવાના દિવસે અમે જેમ તમારી હાટુ અભિમાન કરી હકશું, એમ તમે પણ અમારી હાટુ અભિમાન કરી હકશો.
આપડે પછી પણ તમારી હામે પોતાની વાહ-વાહ નથી કરતાં, પણ આપડે પોતાના વિષે તમને અભિમાન કરવાનો અવસર આપી છયી. જેથી તમે એને જવાબ આપી હકો, જે હૃદય ઉપર નથી, પણ જોય હકાય એવી વાતો ઉપર અભિમાન કરે છે.
કેમ કે મેં તેઓની હામે તમારી વિષે અભિમાન કરયુ હતું, તો મને એની હાટુ શરમાવું નો પડયું અને સદાય આપડે તમે જે કીધું ઈ હાસુ જ હતું. ઈ જ રીતેથી તિતસની હામે આપડે અભિમાન કરયુ છે ઈ પણ હાસુ થયુ છે.
પણ તમારામાંથી હરેકને પોતાની જાતને બીજાની હારે હરખામણી નો કરવી જોયી. દરેક વ્યક્તિએ પોતાના વ્યવહારની તપાસ કરવી જોયી. તઈ પછી જ પોતે જે કાય કરયુ છે એની વિષે ઈ ગર્વ લય હકે.
કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્નતી છયી.
પણ હું પરભુમાં બોવ રાજી છું કે, હવે આટલા દિવસો પછી તમારો વિસાર મારા વિષે પાછો જાગૃત થયો છે, અને પાકું છે કે તમે શરૂઆતમાં પણ એનો વિસાર હતો, પણ તમને તક નો મળી.