કેમ કે, આપડે બધાય ઈ લોકોની જેમ નથી જે રૂપીયા હાટુ પરમેશ્વરનાં વચનનો પરચાર કરી છયી, પણ આપડે પરમેશ્વરનાં વચનનો પરચાર હાસાય અને મસીહના અધિકારથી કરી છયી, આ જાણતા હોવા છતા પરમેશ્વર આપણને જોય રયા છે.
ઓ ફીલીપ્પીઓના લોકો તમે પોતે જ જાણો છો કે, હારા હમાસારના પરચારની શરૂવાતમાં જઈ હું મકદોનિયા જિલ્લા બાજુ નીકળો તઈ તમને છોડીને બીજી કોય મંડળીએ લેતી-દેતી કરવાની બાબતમાં મારી મદદ નથી કરી.
વળી મારાં ખરા સાથીદાર, હું તને વિનવણી કરું છું કે, તુ ઈ બહેનોની મદદ કરજે કેમ કે, તેઓએ મારી હારે અને ક્લેમેન્ટની હારે અને મારા બીજા સહકારીઓ જેઓના નામ જીવનની સોપડીમા છે તેઓની હારે હારા હમાસારના પરચારના કામમા ખુબ જ વધારે મેનત કરી છે.