14 અને પરભુમાં જે ભાઈઓ અને બહેનો છે, તેઓમાંથી ઘણાય બધાય મારા જેલખાનામાં હોવાને કારણે એટલા હિમંતવાન થય ગયા છે કે, કોય પણ બીક રાખ્યા વગર પરમેશ્વરનું વચન પરચાર કરે છે.
મારી બોવ ઈચ્છા અને આશા આ છે કે, હું કોય વાતોમાં આબરૂ વગરનો નો થાવ, પણ મને ઈસુ મસીહ વિષે બોલવાની હિંમત થાય, જેમ કે, મે પેલાના દિવસોમાં કરયુ હતું. ભલે હું જીવતો રવ કે, મરી જાવ, પણ હું મારા પુરા જીવનથી ઈસુ મસીહને માન આપતો રેય.
અને તમે પોતે જાણો છો કે, તમારી પાહે આવ્યા પેલા ફિલિપ્પી શહેરમાં દુખ અને અપમાન વેઠયા તો પણ અમને પરમેશ્વરે એવી હિંમત આપી કે, ઘણાય બધાય વિરોધ અમારી હામે થયા તો પણ પરમેશ્વરનાં હારા હમાસાર તમને હભળાવી.
પરમેશ્વરનાં જે હારા હમાસાર પરચાર કરું છું, ઈ હાટુ હું એક અપરાધીની જેમ જેલખાનામાં દુખ સહન કરી રયો છું કેમ કે, હું આ હારા હમાસાર પરચાર કરું છું પણ હારા હમાસારને ફેલાવા હાટુ કોય રોકી હકતું નથી.