ફિલિપ્પીઓને પત્ર 1:1 - કોલી નવો કરાર1 અમે પાઉલ અને તિમોથી જે મસીહ ઈસુના સેવક છયી, ફિલિપ્પીમાં રેનારા બધાય સંતો, સેવકો અને આગેવાનો ઈ બધાયને આ પત્ર લખી છયી. See the chapter |
તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.