8 તમે વિસારો કે, એક બાય પાહે દસ ચાંદીના સિકકા હોય, પણ તેઓમાંનું એક ખોવાય જાય; તઈ ઈ દીવો હળગતો લયને ઘર સાફ કરશે, અને જ્યાં હુંધી એને ઈ સિક્કો જડી નો જાય, ન્યા હુંધી એને હારી રીતે ગોતશે.