14 આ વાતો વિશ્વાસી લોકોને વારા ઘડીયે કયને યાદ દેવડાવ, અને પરમેશ્વરની હામે સેતવણી દે કે, તેઓ શબ્દોના અરથની વિષે વાદ-વિવાદ નો કરે, એવુ કરવાથી કોય લાભ નય થાય, પણ હાંભળનારા લોકોનો વિશ્વાસ બગડી જાય છે.