Biblia Todo Logo
Online Bible

- Advertisements -




રૂથ 3:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અને હવે બોઆઝ, જેની જુવાન સ્ત્રી કાર્યકરો સાથે તું હતી, તે શું આપણો નજીકનો સંબંધી નથી? જો, તે આજ રાત્રે ખળીમાં જવ ઊપણશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જેની યુવતીઓની સાથે તું હતી, તે બોઆઝ આપણો સગો નથી શું? જો, તે આજે રાત્રે ખળીમાં જવ ઊપણે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 જેના મજૂરોની સાથે તું કામ કરતી હતી તે બોઆઝ આપણો નિકટનો સગો છે. જો, આજે રાત્રે તે જવ ઉપણી રહ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

2 તેં બોઆઝના ખેતરમાં દાણા ભેગા કર્યા. તે આપણો નજીકનો સગો છે. આજે રાત્રે તે ખળામાં જવ ઊપણવાનો છે

See the chapter Copy




રૂથ 3:2
8 Cross References  

જયારે તેઓ યર્દનની સામે પાર આટાદની ખળી છે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ આક્રંદ કર્યું. પિતાને માટે સાત દિવસ સુધી શોક કર્યો.


નાઓમીના પતિ અલીમેલેખનો એક સંબંધી, બોઆઝ, ખૂબ શ્રીમંત માણસ હતો.


ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “મારી દીકરી, શું તું મને સાંભળે છે? હવે પછી મારું ખેતર મૂકીને બીજા કોઈ ખેતરમાં કણસલાં વીણવા જઈશ નહિ. પણ અહીં જ રહેજે અને મારા ત્યાં કામ કરતી સ્ત્રીઓની સાથે જ રહીને કામ કરજે.


તેની સાસુ નાઓમીએ તેને કહ્યું, “મારી દીકરી, તારા આશ્રય માટે મારે શું કોઈ ઘર શોધવું નહિ કે જેથી તારુ ભલું થાય?


માટે તું, તૈયાર થા; નાહીધોઈને, અત્તર ચોળીને, સારાં વસ્ત્રો પહેરીને તું ખળીમાં જા. પણ તે માણસ ખાઈ પી રહે ત્યાં સુધી તે માણસને તારી હાજરીની ખબર પડવા દઈશ નહિ.


Follow us:

Advertisements


Advertisements