Biblia Todo Logo
Online Bible

- Advertisements -




રૂથ 1:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જયારે ન્યાયીઓ ન્યાય કરતા હતા, તે દિવસોમાં દેશમાં દુકાળ પડયો. તેથી બેથલેહેમ યહૂદિયાના એક માણસ પોતાની પત્ની તથા બે દીકરાઓ સહિત મોઆબ દેશમાં જઈને ત્યાં વસવાટ કર્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો. એથી બેથલેહેમ-યહૂદિયાનો એક માણસ તેની પત્ની તથા તેના પુત્રોને લઈને મોઆબ દેશમાં જઈ વસ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલ દેશમાં ન્યાયાધીશો વહીવટ કરતા હતા ત્યારે ત્યાં એકવાર કારમો દુકાળ પડયો. એથી યહૂદિયા પ્રાંતના બેથલેહેમ ગામમાંથી એક માણસ પોતાની પત્ની અને બે પુત્રો સાથે મોઆબ દેશમાં જઈને થોડાએક સમય માટે વસ્યો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 ન્યાયાધીશોના સમયમાં ઘણા વરસો પહેલા બેથલેહેમ-યહૂદિયામાં દુકાળ પડયો તેથી યહૂદિયામાં આવેલા બેથલેહેમનો એક માંણસ પોતાની પત્ની અને બે પુત્રોને લઈને મોઆબ દેશમાં રહેવા ચાલ્યો ગયો.

See the chapter Copy




રૂથ 1:1
26 Cross References  

તે દેશમાં દુકાળ પડ્યો હતો. ભારે દુકાળ હોવાના કારણે ઇબ્રામ મિસરમાં રહેવા ગયો.


હવે ઇબ્રાહિમના સમયમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે ઉપરાંત તે દેશમાં બીજો દુકાળ પડ્યો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો.


કનાન દેશમાં ભયંકર દુકાળ તો વ્યાપેલો જ હતો.


દાઉદની કારકિર્દી દરમ્યાન લગાતાર ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો, દાઉદે ઈશ્વરને પોકાર કર્યો. તેથી ઈશ્વરે કહ્યું, “શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે તારા રાજ્ય પર આ દુકાળ આવ્યો છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”


એલિયા આહાબને મળવા ગયો; એ સમયે સમરુનમાં સખત દુકાળ વ્યાપેલો હતો.


બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગદેર.


સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ.


તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો.


અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.


સુકવણા વિષે યહોવાહનું જે વચન, યર્મિયા પાસે આવ્યું તે આ છે;


હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ વિશ્વાસઘાત કરીને મારી વિરુદ્ધ પાપ કરે, તો હું મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને તેના આજીવિકાવૃક્ષને નષ્ટ કરીશ. તેઓના પર દુકાળ મોકલીશ, અને બન્નેનો એટલે માણસો તથા પશુઓનો નાશ કરીશ.


કેમ કે પ્રભુ યહોવાહ આમ કહે છે: “યરુશાલેમમાંથી હું બન્નેનો એટલે માણસો તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ એટલે દુકાળ, તલવાર, જંગલી પશુઓ તથા મરકી મોકલીશ.


હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ. હું તમારા પર આકાશને લોખંડના જેવું અને ભૂમિને પિત્તળના જેવી કરીશ.


મેં પણ તમને તમારાં સર્વ નગરોમાં અન્ન અને દાંતને વેર કરાવ્યું છે. અને તમારાં સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો. તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહિ” એવું યહોવાહ કહે છે.


હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે, પણ ઇઝરાયલમાં રાજ કરવા, તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે, તે મારી પાસે આવશે, જેનો પ્રારંભ પ્રાચીન કાળથી, અનંતકાળથી છે.


તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે.


તેના પછી, બેથલેહેમના ઇબ્સાને ઇઝરાયલીઓનો ન્યાય કર્યો.


હવે યહૂદિયાના બેથલેહેમનો એક જુવાન માણસ, તે યહૂદાના કુટુંબનો હતો, તે લેવી હતો, તે આવીને ત્યાં વસેલો હતો.


તે માણસ યહૂદિયાનું બેથલેહેમ છોડીને વસવાટ કરવા માટે જગ્યા શોધવા ચાલી નીકળ્યો અને તે મુસાફરી કરતા એફ્રાઇમના પહાડી દેશમાં મિખાના ઘરે આવી પહોંચ્યો.


Follow us:

Advertisements


Advertisements