સંદર્શન 13:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પહેલા શ્વાપદનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, અને જે પહેલા શ્વાપદનો પ્રાણઘાતક ઘા રૂઝાયો હતો, તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાંઓની પાસે તે કરાવે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.12 તેણે પેલા પ્રથમ પશુની વિશાળ સત્તાનો તેની સમક્ષ ઉપયોગ કર્યો. તેણે પૃથ્વી અને તેના વસનારાઓ સર્વને પ્રથમ પશુની ભક્તિ કરવાની ફરજ પાડી. પ્રથમ પશુનો જીવલેણ ઘા રૂઝાઈ ગયો હતો. See the chapterપવિત્ર બાઈબલ12 આ પ્રાણી પ્રથમ પ્રાણી પાસે જે અધિકાર હતો તે જ અધિકારનો ઉપયોગ કરીને પ્રથમ પ્રાણીની સામે ઉભું રહે છ. તેને આ અધિકારનો ઉપયોગ પૃથ્વી પર રહેનારા બધા લોકોને પ્રથમ પ્રાણીની આરાધના કરાવવા માટે કર્યો. તે પ્રથમ પ્રાણી તે એક કે જેનો પ્રાણધાતક ધા રુંઝાયો હતો. See the chapter |
પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને જેઓનો ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે શિરચ્છેદ કરવામાં આવ્યા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને મેં જોયાં; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ.