Biblia Todo Logo
Online Bible

- Advertisements -




સંદર્શન 1:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેમના જમણાં હાથમાં સાત તારા હતા; અને તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેમના જમણા હાથમાં સાત તારા હતા. તેમના મોંમાંથી બેધારી પાણીદાર તરવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

16 તેમના જમણા હાથમાં સાત તારા હતા, અને તેમના મુખમાંથી તીક્ષ્ણ બેધારી તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

16 તેણે જમણા હાથમાં સાત તારાઓ પકડ્યા હતા. તેના મુખમાંથી બેધારી પાણીદાર તલવાર નીકળતી હતી જે સમયે સૂયૅ સૌથી વધારે તેજસ્વી હોય છે તેના જેવો પ્રકાશમાન દેખાતો હતો.

See the chapter Copy




સંદર્શન 1:16
26 Cross References  

કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું, અને સર્વ ઈશ્વરના પુત્રો આનંદથી પોકાર કર્યો?


હે પરાક્રમી, તમે તમારી તલવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો.


પ્રભાતના જેવી પ્રકાશિત ક્રાંતિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગરની, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર એ કોણ છે?


પણ ન્યાયીપણાથી તે ગરીબોનો અને નિષ્પક્ષપણે તે દેશના દીનોનો ઇનસાફ કરશે. પોતાના મુખની સોટીથી તે પૃથ્વીને મારશે અને પોતાના હોઠોના શ્વાસથી તે દુર્જનોનો સંહાર કરશે.


ત્યારે ચંદ્રને લાજ લાગશે અને સૂર્ય કલંકિત થશે કેમ કે સૈન્યોના યહોવાહ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં રાજ કરશે અને તેના વડીલોની આગળ ગૌરવ બતાવશે.


તેમણે મારું મુખ તીક્ષ્ણ તલવાર જેવું બનાવ્યું છે; તેમણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે; તેમણે મને ઘસીને ચમકતા બાણ સમાન કર્યો છે; તેમના ભાથામાં મને સંતાડી રાખ્યો છે.


જેઓ જ્ઞાની છે તેઓ અંતરિક્ષના અજવાળાની જેમ પ્રકાશશે. જેઓએ ઘણાને ન્યાયીપણા તરફ વાળ્યા છે તેઓ તારાઓની જેમ સદાકાળ ચમકશે.


તે વધીને આકાશના સૈન્ય સુધી પહોંચ્યું. સૈન્યોમાંના અને તારાઓમાંના કેટલાકને તેણે પૃથ્વી પર ફેંક્યા અને તેમને પગ નીચે કચડી નાખ્યા.


પણ તમે જેઓ મારા નામનો ભય રાખો છો, તેઓના માટે ન્યાયીપણાનો સૂર્ય ઊગશે અને તેની પાંખોમાં સાજાપણું હશે. તમે બહાર આવીને વાડામાંથી છૂટેલા વાછરડાની જેમ કૂદશો.


તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.


ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાંઓની આસપાસ ચમકતો મેં જોયો.


અને ઉદ્ધારનો ટોપ તથા આત્માની તલવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.


કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારું છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે.


મારા જમણાં હાથમાં જે સાત તારા તથા સોનાની સાત દીવી તેં જોયાં, એમનો ખુલાસો તું લખ. સાત તારા તો સાત મંડળીના સ્વર્ગદૂત છે, અને સાત દીવી તો સાત મંડળી છે.


મેં બીજા એક બળવાન સ્વર્ગદૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો, તે વાદળથી ઘેરાયેલો હતો, અને તેના માથા પર મેઘધનુષ હતું, અને તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.


પછી આકાશમાં મોટું ચિહ્ન દેખાયું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર અને માથા પર બાર તારાનો મુગટ હતો.


તેમના મોમાંથી ધારવાળી તલવાર નીકળે છે; એ માટે કે તેનાથી તે દેશને મારે, અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે! અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.


અને જેઓ બાકી રહ્યા તેઓને ઘોડા પર બેઠેલાના મોમાંથી જે તલવાર નીકળી તેનાથી મારી નાખવામાં આવ્યા; અને તેઓના માંસથી સઘળાં પક્ષી તૃપ્ત થયાં.


એફેસસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જે પોતાના જમણાં હાથમાં સાત તારા રાખે છે અને જે સોનાની સાત દીવીની વચ્ચે ચાલે છે તે આ વાતો કહે છે,


પેર્ગામનમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેની પાસે બેધારી તીક્ષ્ણ તલવાર છે તે આ વાતો કહે છે કે,


તેથી પસ્તાવો કર! નહિ તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ.


સાર્દિસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેમને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તેઓ આ વાતો કહે છે તારાં કામ હું જાણું છું કે “તું જીવંત તરીકે જાણીતો છે, પણ ખરેખર તું મૃત છે.”


એહૂદે પોતાને માટે એક હાથ લાંબી એવી બેધારી તલવાર બનાવી વસ્ત્રની નીચે પોતાની જમણી જાંઘ નીચે તેને લટકાવી.


હે ઈશ્વર, તમારા સર્વ વૈરીઓ એ જ રીતે નાશ પામે, પણ જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ પ્રકાશથી ઊગે છે તેના જેવા થાઓ. ત્યારે ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.


Follow us:

Advertisements


Advertisements