Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગીતશાસ્ત્ર 127:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જો યહોવા ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે; જો યહોવા નગરનું રક્ષણ ન કરે, તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

1 જો પ્રભુ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો પરિશ્રમ મિથ્યા છે; જો પ્રભુ નગરનું રક્ષણ ન કરે; તો ચોકીદારનો પહેરો ભરવો વ્યર્થ છે.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

1 જો યહોવા ઘર ન બાંધે તો; બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે, અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો; ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!

See the chapter Copy




ગીતશાસ્ત્ર 127:1
35 Cross References  

યહોવાહે સુલેમાનને વચન પ્રમાણે જ્ઞાન આપ્યું હતું. હીરામ તથા સુલેમાનની વચ્ચે સંપ હતો અને તેઓ બન્નેએ અરસપરસ કરાર કર્યો.


તું યાદ રાખજે કે, ઈશ્વરે તને ભક્તિસ્થાન બાંધવા માટે પસંદ કર્યો છે. બળવાન થા, અને કાળજીપૂર્વક તે કામ પૂરું કરજે.”


વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું કે, બળવાન અને ખૂબ હિંમતવાન થઈને એ કામ કરજે. બીશ નહિ અને ગભરાઈશ પણ નહિ. કેમ કે ઈશ્વર યહોવાહ, મારા ઈશ્વર, તારી સાથે છે. જ્યાં સુધી યહોવાહના સભાસ્થાનની સર્વ સેવાનું કામ સંપૂર્ણ થાય ત્યાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહિ. અને તને તજી દેશે નહિ.


મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું પાલન કરે અને આ બધાં કામો કરે. જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે મહેલ પણ તે બાંધે.”


મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.


હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે?


જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.


હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.


હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”


જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.


જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.


હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.


તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.


માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, પણ તેનાં પગલાં ચલાવવાનું કામ યહોવાહના હાથમાં છે.


હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે; શરતમાં વેગવાનની જીત થતી નથી. અને યુદ્ધોમાં બળવાનની જીત થતી નથી. વળી, બુદ્ધિમાનને રોટલી મળતી નથી. અને સમજણાને ધન મળતું નથી. તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી. પણ સમય તથા પ્રસંગની અસર સર્વને લાગુ પડે છે.


નગરમાં ચોકી માટે ફરતા ચોકીદારોનો મને ભેટો થયો; મેં તેઓને પૂછ્યું, “મારા પ્રાણપ્રિયને તમે જોયો?”


નગરની ચોકી કરતા ચોકીદારોએ મને જોઈ; તેમણે મને મારી અને ઘાયલ કરી; કોટરક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી લઈ લીધો.


“હું યહોવાહ, તેનો રક્ષક છું, પળે પળે હું તેને સિંચું છું; હું રાત તથા દિવસે તેનું રક્ષણ કરું છું રખેને કોઈ તેને ઈજા પહોંચાડે.


તેઓના સર્વ ચોકીદારો અંધ છે; તેઓ સમજતા નથી; તેઓ સર્વ મૂંગા કૂતરા છે; જે ભસી શકતા નથી: તેઓ સપનાં જુએ છે, સૂઈ રહેનારા, ઊંઘણશી છે.


હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે; તેઓ દિવસે કે રાત્રે કદી શાંત રહેશે નહિ. યહોવાહને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.


બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે ઝંડો ઊંચો કરો, સંરક્ષણ મજબૂત કરો. અને ચોકીદારોને શહેરની આસપાસ ગોઠવો; ઓચિંતો છાપો મારવા માટે છુપાઈ રહો, કેમ કે યહોવાહે જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.


આખું શહેર કબજે થઈ ગયું છે તેવું કહેવાને ચારેબાજુથી સંદેશાવાહકો એક પાછળ એક બાબિલના રાજા પાસે દોડી આવ્યા છે.


અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી. તો અમે જે ઉપદેશ કરીએ છીએ તે વ્યર્થ, અને તમે જે વિશ્વાસ કરો છો તે પણ વ્યર્થ છે.


માટે સિંચનાર પણ કોઈ નથી; અને રોપનાર કોઈ નથી; વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ સર્વસ્વ છે.


તમારે વિષે મને ભય રહે છે કે, રખેને તમારા માટે કરેલો મારો શ્રમ કદાચ વ્યર્થ જાય.


પણ તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનું સ્મરણ કરો કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે; એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તે તેઓ પૂર્ણ કરે.


યરીખોના રાજાને જાણ થઈ કે, દેશની જાસૂસી કરવાને ઇઝરાયલના માણસો અહીં આવ્યા છે.


Follow us:

Advertisements


Advertisements