Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 9:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 “ઇઝરાયલપ્રજાને આ પ્રમાણે કહે કે, જો તમારામાંનો અથવા તમારા સંતાનોમાંનો કોઈ શબના સ્પર્શને કારણે અશુદ્ધ થયો હોય અથવા દૂર મુસાફરી કરતો હોય, તો પણ તે યહોવાહનું પાસ્ખાપર્વ પાળે.’”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 “ઇઝરાયલી પ્રજાને એમ કહે, જો તમારામાં કે તમારાં સંતાનમાંનો કોઈ માણસ કોઈ મુડદાના કારણથી અભડાય, કે દૂર દેશમાં મુસાફરી કરતો હોય, તોપણ તે યહોવાનું પાસ્ખાપર્વ પાળે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 “તું ઇઝરાયલીઓને કહે કે તમારામાંથી અથવા તમારા વંશમાંથી મૃતદેહનો સ્પર્શ થવાને લીધે કોઈ માણસ અશુધ થયો હોય અથવા દૂર દેશમાં મુસાફરી કરતો હોય તો તેણે પ્રભુનું પાસ્ખાપર્વ આ પ્રમાણે પાળવું.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

10 “તારે ઇસ્રાએલીઓને આ પ્રમાંણે કહેવું કે: તમાંરામાંથી અથવા તમાંરા વંશજોમાંથી કોઈ મૃતદેહના સ્પર્શને કારણે અશુદ્ધ થયો હોય અથવા દૂર પ્રવાસમાં હોય, તો પણ માંરા માંનમાં પાસ્ખા નીચે પ્રમાંણે પાળી શકે છે.

See the chapter Copy




ગણના 9:10
15 Cross References  

બેખમીરી રોટલીનું પર્વ પાળવા માટે બીજા મહિનામાં મોટો લોકસમુદાય યરુશાલેમમાં એકત્ર થયો.


કેમ કે એફ્રાઇમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલોનના ઘણાં લોકો શુદ્ધ થયા નહોતા, છતાં તેમણે વિધિપૂર્વક નિયમો પાળ્યા વગર જ પાસ્ખાનું ભોજન લીધું હતું. પણ હિઝકિયાએ તેઓને માટે પ્રાર્થના કરી કે, “દરેકને ઈશ્વર માફ કરો;


કેમ કે રાજાએ, તેના અધિકારીઓએ અને યરુશાલેમમાં આખી સભાએ ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે વર્ષના બીજા મહિનામાં પાસ્ખાપર્વ ઊજવવું.


બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજે તેઓ તે પર્વ પાળે અને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય.


યહોવાહે મૂસાને કહ્યું કે,


તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.


હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, પાસ્ખા અગાઉ ઘણાં લોકો પોતાને શુદ્ધ કરવાને બીજા ગામથી યરુશાલેમમાં ગયા હતા.


પણ દરેકે પોતાની તપાસ કરવી. એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું.


Follow us:

Advertisements


Advertisements