ગણના 8:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ઇઝરાયલ લોકોમાંથી લેવીઓને મુલાકાતમંડપની સેવા કરવાં માટે તથા ઇઝરાયલ લોકોને પ્રાયશ્ચિત કરવા માટે મેં હારુનના તથા તેના દીકરાઓના હાથમાં સોંપ્યા છે. જેથી ઇઝરાયલ લોકો પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે તેઓ મધ્યે કોઈ મરકી ન થાય.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ઇઝરાયલી લોકોમાંથી લેવીઓને મુલાકાત મંડપમાં ઇઝરાયલી લોકોની સેવા કરવાને, તથા ઇઝરાયલી લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરવાને મેં હારુનના તથા તેના દિકરાઓના તાબામાં સોંપ્યા છે; કે ઇઝરાલી લોકો પવિત્રસ્થાનની પાસે આવે, ત્યારે ઇઝરાયલી લોકો મધ્યે મરકી ન થાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 હવે હું બધા ઇઝરાયલીઓ તરફથી લેવીઓને આરોન તથા તેના પુત્રોને ભેટ તરીકે આપું છું. જેથી તેઓ ઇઝરાયલીઓ માટે મુલાકાતમંડપમાં સેવા કરે અને તેમને માટે પ્રાયશ્ર્વિત કરે અને પરમ પવિત્રસ્થાનની નજીક આવવાથી થતા સંહારથી ઇઝરાયલીઓનું રક્ષણ થાય.” See the chapterપવિત્ર બાઈબલ19 હું તેમને હારુનને તથા તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી સેવા કરવા અને તેમના બદલે પ્રાયશ્ચિતવિધિ કરવા મુલાકાત મંડપમાં ભેટો તરીકે આપીશ. જેથી જ્યારે ઇસ્રાએલીઓ પવિત્રસ્થાનની પાસે આવે ત્યારે મરકી કે કોઈ મુશ્કેલી તેમના પર ન પડે.” See the chapter |