Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 7:86 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

86 સોનાનાં ધૂપપાત્રો ધૂપથી ભરેલાં, તે પ્રત્યેકનું વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ દશ શેકેલ હતું. એ ધૂપપાત્રોનું સઘળું સોનું એકસોને વીસ શેકેલ હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

86 સોનાનાં ધૂપપાત્રો બાર, ધૂપથી ભરેલાં, પ્રત્યેકનું [વજન] પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે દશ [શેકેલ] હતું. ધૂપપાત્રોનું સોનું બધું મળી એકસો ને વીસ [શેકેલ] હતું.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

86 તદુપરાંત ધૂપથી ભરેલાં 12 સોનાનાં પાત્રો હતાં, તે પ્રત્યેકનું વજન અધિકૃત માંપ પ્રમાંણે દશ શેકેલ હતું. એ પાત્રોના સોનાનું કુલ વજન મંદિરના માંપ પ્રમાંણે 120 શેકેલ હતું,

See the chapter Copy




ગણના 7:86
6 Cross References  

શુદ્વ સોનાના પ્યાલા, કાતરો, તપેલાં, વાટકા, અને ધૂપદાનીઓ; અને અંદરનાં ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનના બારણાં માટે મિજાગરાં પણ સોનાનાં બનાવડાવ્યાં.


મેજ માટે વાસણો બનાવજે; એટલે થાળીઓ, ચમચીઓ, કડછીઓ અને પેયાર્પણને માટે વાટકા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવજે.


વસ્તીગણતરીમાં નોંધાયેલા બધા માણસોએ યહોવાહને અડધો શેકેલ (શેકેલનો માપ વીસ ગેરહ હોય છે) અર્પણ તરીકે આપવો.


ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન એકસોને વીસ શેકેલ હતું. અને દરેક ધૂપપાત્રનું વજન સિત્તેર શેકેલ હતું. ચાંદીનાં બધાં પાત્રોનું કુલ વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ બે હજારને ચારસો શેકેલ હતું.


દહનીયાર્પણ માટે કુલ બાર ગોધાં, બાર ઘેટાં અને એક વર્ષના બાર હલવાન, તેઓનાં ખાદ્યાર્પણ સુદ્ધાં અને પાપાર્થાર્પણ માટે બાર નર બકરાં પણ આપ્યા.


ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેમને નજરાણું કર્યું.


Follow us:

Advertisements


Advertisements