Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 7:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળનો આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને પહેલે દિવસે પોતાનું અર્પણ-ચઢાવનાર, તે યહૂદાના કુળના આમિનાદાબનો દિકરો નાહશોન હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12-83 તેમણે પોતાનાં અર્પણો નીચેના ક્રમમાં રજૂ કર્યાં. દિવસ કુળ આગેવાન પહેલો યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન બીજો ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ ત્રીજો ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ ચોથો રૂબેન શદેઉરનો પુત્ર એલિસૂર પાંચમો શિમયોન સૂરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ છઠ્ઠો ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ સાતમો એફ્રાઇમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા આઠમો મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલિયેલ નવમો બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન દસમો દાન આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર અગિયારમો આશેર ઓક્રાનનો પુત્ર પાગીએલ બારમો નાફતાલી એનાનનો પુત્ર અહીરા બધા આગેવાન જે ભેટો લાવ્યા તે એક્સરખી હતી: પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે આશરે દોઢ કિલોગ્રામ ચાંદીનો થાળ અને આશરે પોણા કિલોગ્રામ ચાંદીનો પ્યાલો. આ બંને પાત્રોમાં ધાન્યઅર્પણ માટે તેલથી મોહેલો લોટ ભરેલો હતો. એ ઉપરાંત આશરે એક્સોદસ ગ્રામ સોનાનું ધૂપથી ભરેલું ધૂપપાત્ર હતું. દહનબલિને માટે એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષનો નર હલવાન હતા. પ્રાયશ્ર્વિતબલિને માટે એક બકરો હતો. તે ઉપરાંત સંગતબલિ માટે બે વાછરડા, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન હતાં.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

12-83 પ્રત્યેક વંશના આગેવાન એક સરખાં જ અર્પણ લઈને આવ્યાં. પ્રથમ દિવસે યહૂદાના કુળસમૂહનો આગેવાન આમ્મીનાદાબનો પુત્ર નાહશોન અર્પણ લઈને આવ્યો. બીજે દિવસે ઈસ્સાખાર વંશનો સૂઆરનો પુત્ર નથાનિયેલે અર્પણ લઈને આવ્યો. ત્રીજે દિવસે ઝબુલોનના વંશનો વડો અને હેલોનનો પુત્ર અલીઆબ અર્પણ લાવ્યો. ચોથે દિવસે રૂબેન વંશનો શદેઉરનો પુત્ર અલીસૂર અર્પણ લાવ્યો. પાંચમે દિવસે શિમયોન વંશના વડા સૂરીશાદાયના પુત્ર શલુમીએલે અર્પણ લાવીને ઘરાવ્યું. છઠ્ઠે દિવસે ગાદના વંશના વડા દેઉએલના પુત્ર એલ્યાસાફે અર્પણ લાવીને ઘરાવ્યું. સાતમે દિવસે એફ્રાઈમના વંશના વડા આમ્મીહૂદના પુત્ર અલીશામાંએ અર્પણ લાવીને ધરાવ્યું. આઠમાં દિવસે મનાશ્શા વંશના વડા પદાહસૂરના પુત્ર ગમાંલ્યેલ અર્પણ લાવીને ધરાવ્યું. નવમાં દિવસે બિન્યામીન વંશના વડા ગિદિયોનીના પુત્ર અબીદાને અર્પણ લાવીને ધરાવ્યું. દશમે દિવસે દાનના વંશના વડા આમ્મીશાદાયના પુત્ર અહીએઝેર અર્પણ ધરાવ્યું. અગિયારમે દિવસે આશેરના વંશના વડા ઓક્રાનના પુત્ર પાગીએલે અર્પણ લાવીને ધરાવ્યું. બારમે દિવસે નફતાલીના વંશના વડા એનાનના પુત્ર અહીરાએ અર્પણ લાવીને ધરાવ્યું. પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 130 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો. આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો. તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી, તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન; શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.

See the chapter Copy




ગણના 7:12
13 Cross References  

જયારે ઇઝરાયલ તે દેશમાં હતો, ત્યારે રુબેન તેના પિતાની ઉપપત્ની બિલ્હાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો. તે ઘટના ઇઝરાયલના સાંભળવામાં આવી. યાકૂબના બાર દીકરા હતા.


લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા ઝબુલોન.


જ્યાં સુધી શીલો આવશે નહિ ત્યાં સુધી યહૂદાથી રાજદંડ અલગ થશે નહિ, લોકો તેની આધીનતામાં રહેશે.


યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે. તારા ભાઈના પુત્રો તને નમન કરશે.


તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.


યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન.


અને યહૂદાપુત્રોની પહેલી છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યોનો આગેવાન આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.


યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય.


યહોવાહે મૂસાને કહ્યું, સર્વ અધિપતિઓ પોતપોતાના દિવસે વેદીની પ્રતિષ્ઠા કરવા સારુ અર્પણ ચઢાવે.


અને તેનું અર્પણ ચાંદીની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું. પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો; બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.


આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા,


જે યિશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો.


આમ્મીનાદાબ, તે નાહશોનનો પિતા હતો, નાહશોન, તે સલ્મોનનો પિતા હતો;


Follow us:

Advertisements


Advertisements