ગણના 4:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 હારુન અને તેના દીકરાઓ જ્યારે છાવણી ઉપાડવાની હોય તે સમયે પવિત્રસ્થાનને અને પવિત્રસ્થાનની સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના દીકરાઓ તે ઊંચકવા માટે આવે; પરંતુ તેઓએ કોઈ પણ પવિત્ર વસ્તુઓને સ્પર્શ કરવો નહિ, રખેને તેઓ મૃત્યુ પામે. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દીકરાઓને ઊંચકવાનું તે એ છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને છાવણી ઊપડવાની હોય ત્યારે હારુન તથા પવિત્રસ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રહે, ત્યાર પછી કહાથના પુત્રો તેને ઊંચકવાને આવે. પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, રખેને તેઓ માર્યા જાય. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દિકરાઓને ઊંચકવાનું તે એ છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.15 પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે. See the chapterપવિત્ર બાઈબલ15 “હારુન અને તેના પુત્રો મુકામ ઉપાડતી વખતે પવિત્રસ્થાનને અને તેની બધી સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના કુળોએ તે ઉપાડવા માંટે હાજર થઈ જવું, અને જયાં છાવણી કરવાની હોય ત્યાં બધું લઈ જવું; પરંતુ તેઓએ પવિત્ર વસ્તુઓને અડવું નહિ, અડે તો રખેને તેઓ મૃત્યુ પામે. કહાથના કુળોએ મુલાકાત મંડપમાંથી વસ્તુઓ ઉપાડવાનું પવિત્રકાર્ય કરવાનું છે. See the chapter |