Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 33:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેઓ પહેલા મહિને, એટલે પહેલા મહિનાના પંદરમા દિવસે રામસેસથી રવાના થયા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો મિસરવાસીઓના દેખતાં જાહેરમાં નીકળ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેઓ પહેલે માસે, પહેલા માસને પંદરમે દિવસે રામસેસથી નીકળ્યા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો સર્વ મિસરીઓના જોતાં નીડરપણે નીકળ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 ઇઝરાયલીઓ પ્રથમ મહિનાને પંદરમે દિવસે ઈજિપ્તમાં રામસેસથી ચાલી નીકળ્યા. પ્રથમ પાસ્ખાપર્વ પછીના દિવસે બધા ઈજિપ્તીઓના દેખતાં તેઓ નીડરપણે ચાલી નીકળ્યા.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

3 પાસ્ખા પર્વની રાત્રિ પછીના દિવસે એટલે પહેલા મહિનાના 15 માં દિવસે તેઓ મિસરના રામસેસ નગરથી નીકળ્યા. મિસરવાસીઓના દેખતાં તેઓ યહોવાના રક્ષણ હેઠળ ઉઘાડે છોગે નીકળ્યા હતા.

See the chapter Copy




ગણના 33:3
10 Cross References  

યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો.


જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.


તેથી મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત મજૂરી કરાવીને તેઓને પીડા આપવા માટે તેઓના ઉપર મુકાદમો નીમ્યા. તેઓની જબરજસ્તી વેઠીને ઇઝરાયલીઓએ ફારુનને માટે પીથોમ અને રામસેસ નગરો તથા પુરવઠા કેન્દ્રો બાંધ્યાં.


“તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે.”


ઇઝરાયલીઓ મિસરના રામસેસથી સુક્કોથ આવ્યા. તેઓમાં છે લાખ પુખ્ત વયના પુરુષો હતા. તે ઉપરાંત સગીરો અને સ્ત્રીઓ હતાં.


આબીબ માસના આ દિવસે તમે બહાર આવ્યા છો.


યહોવાહે મિસરના રાજા ફારુનને હઠીલો બનાવ્યો, તે પોતાનું સૈન્ય લઈને નીડર ઇઝરાયલીઓની પાછળ પડ્યો.


કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી કે ગભરાટમાં છોડવાનું નથી; કેમ કે યહોવાહ તમારી આગળ જાય છે; અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


છીંડું પાડનાર તેઓની આગળથી નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર આવ્યા છે; રાજા તેઓની પહેલાં પસાર થઈ ગયો છે, યહોવાહ તેમના આગેવાન છે.


જ્યાંથી તેઓ રવાના થયા અને જ્યાં ગયા તે સ્થળોનાં નામ મૂસાએ યહોવાહની આજ્ઞા અનુસાર નોંધી લીધાં હતાં. તેઓની મજલો પ્રમાણે તેઓની કૂચ આ છે.


Follow us:

Advertisements


Advertisements