Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 32:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઇઝરાયલી લોકોને જે દેશ યહોવાહે આપ્યો છે તેમાં જવા માટે તેઓનાં હૃદય તમે કેમ નિરાશ કરો છો?

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને ઇઝરાયલીઓને યહોવાએ જે દેશ આપ્યો છે તેમાં પેસવા વિષે તમે તેઓનું મન કેમ નિરાશ કરી નાખો છો?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુએ ઇઝરાયલીઓને વચનનો દેશ આપેલો છે અને તેઓ યર્દન ઓળંગીને તેમાં પ્રવેશ કરવાના છે. ત્યારે તમે તેમનાં મન કેમ નિરાશ કરવા માંગો છો?

See the chapter Copy

પવિત્ર બાઈબલ

7 ઇસ્રાએલીઓ યર્દન નદી ઓળંગીને યહોવાએ તેમને આપેલી ભૂમિમાં દાખલ થવા જાય છે, ત્યારે તમે શા માંટે તેમને નિરૂત્સાહી કરો છો?

See the chapter Copy




ગણના 32:7
9 Cross References  

તેઓએ મૂસાને કહ્યું, “તેં અમને જે દેશમાં મોકલ્યા ત્યાં અમે ગયા, તે ખરેખર દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે. અને આ તેનું ફળ છે.


પણ જે માણસો તેઓની સાથે ગયા હતા તેઓએ કહ્યું કે, “આપણે એ લોકો ઉપર હુમલો કરી શકતા નથી. કેમ કે તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”


તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ.


તેઓ હોર પર્વત તરફથી રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશની ફરતે આગળ ગયા. રસ્તામાં લોકોનાં હૃદય ઘણાં નાહિંમત થઈ ગયાં હતાં.


મૂસાએ ગાદ તથા રુબેનના વંશજોને કહ્યું, “શું તમારા ભાઈઓ યુદ્ધમાં જાય છે ત્યારે તમે અહીં બેસી રહેશો?


જ્યારે તેઓએ એશ્કોલ ખીણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયલી લોકોનાં હૃદય નિરાશ કરી નાખ્યાં કે જેથી તેઓ જે દેશ યહોવાહે તેઓને આપ્યો છે તેમાં પ્રવેશ કરે નહિ.


ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું દિલ દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.


હવે આગળ અમે કયાં જઈએ? “તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે.”


Follow us:

Advertisements


Advertisements