Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ગણના 3:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પરંતુ નાદાબ અને અબીહૂ યહોવાહની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાહની આગળ માર્યા ગયા. તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર અને ઈથામાર પોતાના પિતા હારુનના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ બજાવતા હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને નાદાબ તથા અબીહૂ યહોવાની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાની આગળ માર્યા ગયા હતા, ને તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર તથા ઇથામાર પોતાના પિતા હારુનની હજૂરમાં યાજકપદમાં સેવા બજાવતા હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 પરંતુ નાદાબ અને અબીહૂ સિનાઈના રણપ્રદેશમાં પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચઢાવતાં માર્યા ગયા હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેથી આરોનના જીવતાં સુધી એલાઝાર અને ઇથામારે યજ્ઞકાર તરીકેની સેવા બજાવી હતી.

See the chapter Copy

પવિત્ર બાઈબલ

4 પરંતુ નાદાબ અને અબીહૂ એ અપવિત્ર અગ્રિ યહોવાને ધરાવ્યો તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓને એક પણ પુત્ર ન હતો. અને તેથી એલઆઝાર અને ઈથામાંર તેઓના પિતાના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ આપતા હતા.

See the chapter Copy




ગણના 3:4
7 Cross References  

હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.


પછી યહોવાહ પાસેથી અગ્નિ ધસી આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા અઢીસો માણસોને ભસ્મ કર્યા.


લાલ વાછરડી એલાઝાર યાજકને આપ. તે તેને છાવણી બહાર લાવે અને કોઈ તેની સામે તે વાછરડીને મારી નાખે.


તું હારુન અને તેના દીકરા એલાઝારને લઈને તેઓને હોર પર્વત પર લાવ.


નાદાબ તથા અબીહૂ યહોવાહ સમક્ષ અમાન્ય અગ્નિ ચઢાવતા મૃત્યુ પામ્યા.


યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,


Follow us:

Advertisements


Advertisements