ગણના 24:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેની ડોલમાંથી પાણી વહેશે, ઘણાં પાણીઓમાં તેનું બીજ છે. તેઓનો રાજા અગાગ કરતાં મોટો થશે, તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેની ડોલમાંથી પાણી વહેશે, અને ઘણાં પાણીઓમાં તેનું બીજ રહેશે, અને તેનો રાજા અગાગના કરતાં મોટો થશે. અને તેનું રાજ્ય પ્રતાપી રાજ્ય થશે. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 તેમનાં સિંચાઈનાં પાત્રોમાંથી પાણી છલકાઈને વહેશે અને તેમનાં બીજ સારી રીતે સિંચાયેલાં ખેતરોમાં વવાશે. તેમનો રાજા અગાગના કરતાંયે મહાન થશે અને તેનું રાજ ચારે બાજુ પ્રસરેલું હશે. See the chapterપવિત્ર બાઈબલ7 અને પાણી પાસેના એરેજ વૃક્ષના જેવા છે, તેઓને ભરપૂર પાણીથી આશીર્વાદિત કરવામાં આવશે. ઘણું જળસીંચન કરેલા ખેતરોમાં તે બી વાવશે. તેઓનો રાજા અગાગ રાજા કરતાં મહાન થશે; તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે. See the chapter |