ગણના 23:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 બલામે બાલાકને કહ્યું, “તું “તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે અને હું જાઉ છું. કદાચ યહોવાહ મને મળવા આવશે. તેઓ જે કંઈ મને કહેશે તે હું તને કહીશ.” પછી તે એક ઉજ્જડ ટેકરી પર ગયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને બલામે બાલાકને કહ્યું, “તારા દહનીયાર્પણની પાસે ઊભો રહે, ને હું જાઉં. કદાચ યહોવા મને મળવા આવશે; અને જે વાત તે મને કહેશે તે હું તને કહીશ.” અને તે એક ઉજ્જડ ટેકરી પર ગયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 પછી બલામે બાલાકને કહ્યું, “તું તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ઉપર જાઉં, કદાચ પ્રભુ મને મળવા આવશે. તે મને જે પ્રગટ કરશે તે હું તને જણાવીશ.” પછી તે એક વેરાન ટેકરી પર એકલો ગયો. See the chapterપવિત્ર બાઈબલ3 બલામે પછી રાજાને કહ્યું, “તું તારી વેદી પાસે ઊભો રહે. હું એકલો જાઉ છું. કદાચ યહોવા મને મળે પણ ખરા. એ મને જે કહેશે તે હું તને જણાવીશ.” અને પછી તે એક ખુલ્લી ટેકરી પર ગયો. See the chapter |